વાંકાનેરના લુણસરમાં પરિવારે જમીનના નામે રૂ. ૫ લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ

વાંકાનેર : વાંકાનેરના લુણસર ગામે એક પરિવારે જમીન ખાતે કરાવી દેવાના નામે રૂ. ૫ લાખની છેતરપીંડી કરી હોવાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે પોલીસે ચાર ઈસમો સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા નરભેરામભાઈ વાઘજીભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓના જ ગામના મુકેશ જેઠાભાઇ પટેલ, હંસાબેન મુકેશ પટેલ, પૂજાબેન અને નરસિંગ મુકેશ પટેલે તેઓની વાડી પાસેનો ખરાબો ખાતે કરાવી આપવાના નામે રૂ. ૫ લાખ પડાવ્યા હતા. જે પરત માંગતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે એક જ પરિવારના ચાર સભ્યો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.