રાજકોટ અને કચ્છ બેઠક માટે મોરબી જિલ્લાના 7.51 લાખ મતદારો મતદાન કરશે

- text


આ બન્ને બેઠકમાં સમાવિષ્ટ મોરબી, માળીયા, ટંકારા, પડધરી અને વાંકાનેરના મતદારોની ફાઇનલ યાદી જાહેર કરાઇ

મોરબી : 28મી માર્ચનાં જાહેરનામું પ્રસિદ્ધ થઇ તે દરમિયાન જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 1જાન્યુ 2019ની સ્થિતિએ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી જો તે બાદ મતદારોના નામ ઉમેરવા અને કમી કરવાની કામગીરી ચાલી હતી અને તે બાદ જિલ્લા ચૂંટણી વિભાગે ફાઇનલ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે અને તે મુજબ 5504 નવા મતદારો ઉમેરાયા છે આગામી 23મી એપ્રિલના રોજ મોરબી જિલ્લાની ત્રણેય બેઠકમાં 7,51,242 મતદારો મતદાન કરશે.

લોકસભા ચૂંટણીને હવે ગણતરીનાં દિવસ બાકી રહ્યા છે. કચ્છ અને રાજકોટ લોકસભા સીટમાં સમાવિષ્ટ મોરબી માળિયા,ટંકારા પડધરી અને વાંકાનેર બેઠકની ફાયનલ મતદાર યાદી બહાર પડી ચુકી છે. જેમાં કુલ 7,51,242 મતદારો નોંધાયા છે.લોકસભા ચૂંટણીમાં જાહેર થઈ તે વખતે 7,45,738 મતદારો નોંધાયા હતા જે બાદ નામ ઉમેરવા અને કમી કરવા અંગે કાર્યવાહી ચાલતી હતી.ગત 4 એપ્રિલની સ્થિતિ એ નવી મતદાર યાદીમાં કુલ 5504 મતદારોનૉ ઉમેરો થયો છે.જેમાં 2465 પુરુષ મતદારો જ્યારે 3037 સ્ત્રી મતદારો અને 2 અન્ય મતદારનૉ સમાવેશ થાય છે. લોકસભા ચૂંટણીમાં કુલ 539 બિલ્ડીંગમાં 912 બુથ પર 23મીએ મતદાન યોજાશે અને આ નવા નોંધાયેલ મતદારો પણ નોંધમાં લેવાશે.

- text

નવી યાદી મુજબ મતદારો

મોરબી : 1,38,772 (પુરુષ), 1,26,370(સ્ત્રી) કુલ – 2,65,143
ટંકારા : 1,19,608 (પુરુષ) 1,12,043 (સ્ત્રી) કુલ – 2,31,652
વાંકાનેર : 1,32,511 (પુરુષ) 1,21,936 (સ્ત્રી) કુલ – 2,54,447
સૌથી વધુ વાંકાનેર બેઠકનાં મતદારો ઉમેરાયા છે. છેલ્લા મહિનામાં મતદાર યાદી નોધણી કાર્યક્રમ દરમિયાન કુલ 5504 મતદારો ઉમેરાયા હતા જેમાં સૌથી વધુ વાંકાનેરમાં 2175 મતદારો ઉમેરાયા જ્યારે મોરબીમાં 1979 અને 1350 મતદારો ટંકારામાં ઉમેરાયા છે.

- text