માળીયા નજીક રૂ.૨૫ લાખના થેલાની ચોરી કરનાર ત્રણ આરોપી ૧૦ દિવસના રિમાન્ડ ઉપર

- text


 

માળિયા : માળિયામા એસટી બસમાંથી આંગડિયા પેઢીના કર્મચારીના રૂ. ૨૫ લાખના દાગીના ભરેલ થેલાની ઉઠાંતરી કરવાના કેસમાં મોરબી એલસીબી અને માળિયા પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા અને પોલીસે આ ત્રણેય આરોપીઓના રીમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટ આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

- text

રાજકોટની આંગડિયા પેઢીમાંથી તેનો કર્મચારી રોહિતપુરી ઉમેદપુરી સોના ચાંદીના રૂ. ૨૫ લાખની કિંમતના દાગીના થેલામાં લઈને રાજકોટ થી ભુજ જતી એસટી બસમાં જતો હતો. તે દરમિયાન માળિયા કંડલા હાઈવે પર માધવ હોટલ બસનો હોલ્ટ પડતા બે અજાણ્યા શખ્સો આ થેલાની ઉઠાંતરી કરીને સફેદ કલરની કારમાં નાસી છૂટ્યા હતા. આ મામલે માળિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા માળિયા પોલીસ અને એલસીબીએ આ ગુનાની તપાસ આદરી હતી. જેમાં ગઈકાલે આરોપી ભગવતસિંહ જોરાજી ઝાલા રહે. સુણસર જી. પાટણ, જયંતિ બાબુ રાવળ રહે. બોદલા જી. મહેસાણા, મુકેશ બાબુજી ઠાકોર રહે. મહેસાણાને રૂ. ૧૨.૨૯ લાખના સોના ચાંદીના દાગીના રિકવર કર્યા છે. ઉપરાંત રૂ. ૧ લાખની કિંમતની કાર સાથે ઝડપી લીધા હતા.ત્યારે ત્રણેય આરોપીઓને ૧૦ દિવસની રીમાન્ડની માંગ સાથે પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા અને કોર્ટ ત્રણેય આરોપીઓના દસ દિવસના રીમાન્ડ મજુર કર્યા છે. અને રિમાન્ડ દરમ્યાન આરોપીઓએ કેવી રીતે પ્લાન બનાવીને અંજામ આપ્યો તથા અન્ય બે ફરાર આરોપીની ભાળ મેળવવા અંગે પૂછપરછ કરવામાં આવશે.

- text