મોરબી પંથકના ૧૦૦ થી વધુ પાસના કાર્યકરો ભાજપમાં જોડાયા

- text


મોરબી : લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકારણમા ભારે ઉથલ પાથલ થઈ રહી છે. જેમાં મોરબી જિલ્લો પણ બાકાત રહ્યો નથી. આજે મોરબી પંથકના ૧૦૦ થી વધુ પાસના કાર્યકરો વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે.

ચૂંટણીને થોડા દિવસો બાકી રહ્યા છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન વખતે સક્રિય ભૂમિકા બજાવનાર મોરબી પંથકના પાસના ૧૦૦ થી વધુ કાર્યકરોએ આજે વિધિવત રીતે કેસરિયો ખેસ પહેરી લીધો છે. જેમાં કિરીટભાઈ વડસોલા, જયેશભાઇ લોદરિયા, રાકેશભાઈ તલસાણીયા, કરણભાઈ બેડીયા, ભાવેશભાઈ કાસુન્દ્રા, નવનીતભાઈ કાસુન્દ્રા, નંદલાલભાઈ ભાલોડિયા, રશ્મિનભાઈ વડસોયા, નિલેશભાઈ વડસોયા, દિનેશભાઈ વાઘેલા, દિવ્યેશભાઈ શેરસિયા, ધવલભાઈ કાસુન્દ્રા, ચિરાગભાઈ પટેલ, શૈલેષભાઈ ફેફર, પિયુષભાઈ કૈલા, વિજયભાઈ કાસુન્દ્રા તેમજ માળિયાના બગસરા ગામના ૧૪ કાર્યકરો , રવાપરના ૪૨ કાર્યકરો અને મહેન્દ્રનગરના ૧૦ કાર્યકરો સહિતના પાસના કાર્યકરોનો સમાવેશ થાય છે.

- text

નોંધનીય છે કે પાસના કન્વીનર હાર્દિક પટેલ હાલ કોંગ્રેસના પ્રચારમાં રચ્યાં પચ્યા છે. ત્યારે મોરબી પંથકના ૧૦૦ થી વધુ પાસના કાર્યકરોએ કેસરિયો પહેરીને ભાજપમા પ્રવેશ કર્યો છે.

- text