મોરબી બાર એસો.નો રૂ. ૧.૬૪ લાખનો ફાળો શહીદોના પરિવારને હાથોહાથ અપાશે

- text


એકત્રિત થયેલી ફાળાની રકમ શહીદોના પરિવારોને આપવા માટે અજય લોરીયા સહિતના યુવાનોની ટીમ ત્રણ રાજ્યોની યાત્રા કરશે

મોરબી : પુલવામાંના શહીદોના પરિવારના લાભાર્થે મોરબી બાર એસોસિયેશના વકીલો, જજો, તેમજ કોર્ટના સ્ટાફ દ્વારા રૂ.1.64 લાખનો ફાળો એકત્ર કરવામાં આવ્યો છે અને આ ફાળાને અજય લોરીયાને અપર્ણ કરી દીધો છે.ત્યારે અજયભાઈ લોરીયા સહિતની ટિમ આગામી દિવસોમાં પુલવાના શહીદોના પરિવારોને હાથોહાથ આપવા જશે.

- text

મોરબીના રાષ્ટ્પ્રેમી યુવાનો અજય લોરીયા અને તેમની ટીમે જમ્મુ કાશ્મીરના પુલવામાં આંતકી હુમલામાં શહીદ થયેલા ભારતમાતાના વીર સપૂતોને પરિવારોને મદદરૂપ થવા માટે જુદીજુદી રીતે ફાળો એકઠો કર્યો હતો. આ એકઠું કરેલું અનુદાન પુલવાના શહીદ પરિવારોને સીધી રીતે મળે તે માટે આ દેશપ્રેમી યુવાનીની ટીમ શહીદ પરિવારોને હાથોહાથ અનુદાન આપવા જાય છે. તેઓ અને એમની ટીમે અગાઉ પણ દેશના વિવિધ રાજ્યોમાં પ્રવાસ કરીને અડધી રાત્રે શહીદ પરિવારોને ઘરે જઈને તેમને હાથોહાથ ગૌરવભેર અનુદાન આપ્યું છે.દરમ્યાન મોરબી બાર એસોસિએશનના તમામ સભ્યોએ શહીદ પરિવારો માટે રૂ.1.64 લાખનો ફાળો એકત્ર કર્યો હતો.જ્યારે અજય લોરીયા શહીદ પરિવારોને હાથોહાથ અનુદાન આપવા જતા હોવાથી બાર એસોએ રૂ.1.64 લાખનો ફાળો તેમને આપ્યો છે.ત્યારે આગામી દિવસોમાં આ ફાળો અજય લોરીયા અને તેમની ટીમ શહીદ પરિવારોને હાથોહાથ આપવા જશે.

- text