માળીયા પાસે બાવળની ઝાડીમાં છુપાવેલા ૩૩ બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

માળિયા : માળીયા નજીક બાવળની ઝાડીમાં છુપાવેલી 33 ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક શખ્સને એલસીબીએ ઝડપી લીધો હતો.આ બનાવની માળીયા પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ મોરબી એલસીબી સ્ટાફે ગતરાત્રે માળીયા મિયાણાના નવાગામે રહેતા નાસિર યુસુફભાઈ જામ ઉ.વ.18ને તેના ઘર પાસેની બાવળની ઝાડીમાં છુપાવેલા 33 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે ઝડપી લીધો હતો.પોલીસની પૂછપરછમાં આ ઈંગ્લીશ દારૂના વેપલામાં ધનરાજ રહે પંચાસર રોડ મોરબી વાળાનું નામ ખુલતા પોલીસે તેની સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.