મોરબીમાં બીકોમ સેમ ૨ની પરીક્ષામાં એક કોપી કેસ

 

મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હાલ બી કોમ અને બીએની સેમ-૨ની પરીક્ષા ચાલી રહી છે. જેમાં મોરબીમાં બીકોમ સેમ-૨ ના પેપરમાં એક કોપી કેસ નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ચાલતી બીએ અને બીકોમ સેમ – ૨ની પરીક્ષામાં ૭ કોપી કેસ નોંધાયા છે. જેમાં મોરબીમાં પી.જી. પટેલ કોલેજમાં બીકોમ સેમ-૨ની પરીક્ષામા કંપની લોનું પેપર આપતા એક વિદ્યાર્થીને ઓબ્ઝર્વરે કોપી કરતા ઝડપી પાડ્યો હતો. બાદમાં તેની સામે ઓબ્ઝર્વરે કોપી દાખલ કર્યો હતો.