મોરબી જિલ્લામાં આરટીઇ હેઠળ પાંચ દિવસમાં ૧૨૩૩ અરજીઓ મંજુર

 

જિલ્લાની કુલ ૧૮૯ શાળાઓમાં ૨૩૫૭ જગ્યાઓ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા ૧૫મી સુધી ચાલશે

મોરબી : મોરબી જિલ્લામાં રાઈટ ટુ એજ્યુકેશન કાયદા ગરીબ બાળકોને ખાનગી શાળામાં વિનામૂલ્યે પ્રવેશ આપવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. આ પ્રક્રિયા તા. ૧૫ સુધી ચાલવાની છે. જેમાં જિલ્લાની કુલ ૧૮૯ ખાનગી શાળાઓમાં ૨૫ ટકા જોગવાઈ મુજબ ૨૩૫૭ બાળકોની જગ્યાઓ માટે ફોર્મ ભરાશે. અત્યાર સુધીમાં જિલ્લામા કુલ ૧૪૫૮ અરજીઓ મળી છે. જેમાંથી ૧૨૩૩ અરજીઓને મંજૂરી થઈ છે.

મોરબી જિલ્લામાં સરકારના રાઈટ ટુ એજ્યુકેશન કાયદા હેઠળ ખાનગી શાળાઓમાં ગરીબ બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવા માટે તા.૫ થી ૧૫ એપ્રિલ સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા ફોર્મ ભરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આર.ટી.ઇ. હેઠળ ઓનલાઇન ફોમ ભરાશે.જેમાં મોરબી જિલ્લાના આઠ સેન્ટરો પર ફોમ ભરવાની વ્યવસ્થા કરાઈ છે.જિલ્લાની કુલ ૧૮૯ શાળાઓમાં સરકારની ૨૫ ટકા જોગવાઈ હેઠળ ૨૩૫૭ બાળકોની જગ્યાઓ માટે ફોર્મ ભરાઇ રહ્યા છે. .જેમાં મોરબી તાલુકાની ૧૦૮ શાળાઓમાં ૧૫૦૧ જગ્યા, વાંકાનેર તાલુકાની ૩૨ શાળામાં ૪૧૩ જગ્યા, હળવદ તાલુકાની ૨૭ શાળામાં ૨૨૨ જગ્યા તથા ટંકારા તાલુકાની ૨૧ શાળાઓમાં ૧૯૧ જગ્યા અને માળીયા મિયાણા તાલુકાની ૧ શાળામાં ૧૦ જગ્યા માટે ફોર્મ ભરાઇ રહ્યા છે.

ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આજે પાંચમો દિવસ છે. ત્યારે આજ સુધીના આંકડા જોઈએ તો મોરબી જિલ્લામા કુલ ૧૪૫૮ અરજીઓ મળી છે. જેમાંથી ૧૨૩૩ અરજીઓને મંજૂરી થઈ છે. જેમાં રિસીવિંગ સેન્ટર પ્રમાણે મોરબી આંબાવાડી તાલુકા શાળામા ૨૦૦, મોરબી તાલુકા શાળા નંબર ૧ મા ૨૧૬, મોરબી બીઆરસી ભવન, સામાકાંઠે ૨૪૧, માળિયામાં ૬, ટંકારામા ૧૦૬, વાંકાનેર રામકૃષ્ણ કુમાર તાલુકા શાળામા ૧૨૩, વાંકાનેર તાલુકા શાળા નંબર ૨મા ૧૯૧ અને હળવદમા ૧૫૦ અરજીઓ મંજુર થઈ છે.