વાંકાનેર સીટી પોલીસે 32 લાખનો ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો

વાંકાનેર : મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના અણિયારી ગામે રહેતા હરેશભાઈ ભાણજીભાઈ પટેલ ઓમ પાવર ટ્રાન્સમિશન પ્રા.લી.માં પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરતા હોય અને લાઈન પાવર સપ્લાયનું વાંકાનેર પંથકમાં કામ ચાલી રહ્યું છે. આ કામ દરમિયાન હરેશભાઈની કંપનીમાં લેબરવર્કનું કામ કરતો યુસુફઅલી ઉજીર શેખ (રહે-માલદા, પશ્ચિમ બંગાળ ) નામનો શ્રમિક વાંકાનેર-થાન રોડ પર ચાલી ચોકડી પાસે ખુલ્લી જગ્યામાંથી એસી.એસ.આર ઝીબ્રા વાયર ૨૫૦ કિલો કિંમત રૂ.૩૦૦૦૦ તા.૧૬-૦૩-૧૯ના રોજ તથા ડ્રમ નંગ-૨ કે જેમાં ૨.૨૬૫ કી.મી. લંબાઈનો વાયર અંદાજીત કિંમત રૂ.૭,૫૨,૦૫૬ તા.૧૮-૦૩-૧૯ના રાત્રીના કોઈપણ સમય દરમ્યાન ચોરી કરી કુલ મુદામાલ કીમત રૂ.૭,૮૨,૦૫૬ના વાયરની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ હરેશભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાવી હતી જેની તપાસમાં વાંકાનેર સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી.ઝાલાના માર્ગદર્શનમાં પીએસઆઇ પુજાબેન મોલિયા એ ભાગી છૂટેલા શ્રમિકની ભાળ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવેલ અને પીએસઆઇ આર.પી.જાડેજાએ માલદા, પશ્ચિમ બંગાળ સુધી તપાસ કરવામાં આવી પરંતુ સાતિર અપરાઘિ હાથ લાગેલ નહીં પરંતુ ચોરીના મુદ્દામાલની ખાનગી રાહે તપાસ કરવામાં આવતાં રાજકોટ ખાતે આ ચોરીનો મુદ્દામાલ વેચાણ કરવામાં આવેલ હોવાની હકીકત મળતાં તપાસ કરવામાં આવતાં ચોરી કરેલ ચાર વાયરના ચાર ડ્રમ મળી આવેલ જેની ઝીણવટભરી તપાસ પીએસઆઇ પુજાબેન મોલિયા દ્વારા કરવામાં આવતાં આ મુદામાલ આરોપી યુસુફઅલી ઉજીર શેખ દ્વારા વેપારીને એવું જણાવી વેચાણ કરવામાં આવેલ કે અમો કંપનીનું હેવી વિજ લાઈનનું કામ કરતાં હોય જેમાં આ વધારાનો વાયર વધેલ હોય તેને વેચવાની મંજૂરી મળેલ હોય અને મુદ્દામાલ ભરવા આવતાં ગેટ પાસ પણ આપેલ જેથી વેપારી દ્વારા આ માલ લેવામાં આવેલ. જે ચાર ડ્રમ વાયર જેની અંદાજિત કિંમત રૂપિયા 32 લાખ જેવી થવા પામેલ છે જેને કબ્જે લઈ આરોપીને ઝડપી પાડવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news