મોરબીમા રોડના ત્રણ કામ અગાઉ થી જ મંજુર છે માત્ર ટેન્ડર પ્રક્રિયા બાકી : પાલિકા પ્રમુખ

- text


સમાજિક કાર્યકરની રજુઆત બાદ પાલિકા પ્રમુખ કેતન વિલપરાની પ્રતિક્રિયા : આચાર સંહિતા હટયા બાદ તુરંત જ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે

મોરબી : મોરબી જિલ્લાના અગ્રણી નિર્મિત કક્કડે નગરપાલિકા પ્રમુખને મોરબીના ત્રણ રાજમાર્ગોને નવા બનાવવા માટેની લેખિત રજુઆત કરી હતી. જ્યારે આ મામલે પ્રમુખે જણાવ્યુ કે આ ત્રણેય રસ્તાઓના કામને મંજૂરી મળી ગઈ છે. આચાર સંહિતા હટતા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં અવનાર છે.

મોરબીના સામાજિક કાર્યકર નિર્મિત કક્કડે શહેરના ત્રણ માર્ગોને નવા બનાવવા માટે પાલિકા પ્રમુખને રજુઆત કરી હતી. આ રજૂઆતના પ્રત્યુતરમા પાલિકા પ્રમુખ કેતન વિલપરાએ જણાવ્યું કે શહેરમાં ચિત્રકૂટ ટોકીઝથી કલેકટર બંગલા સુધી, એચડીએફસી બેંકથી શક્તિ પ્લોટ મેઈન રોડ સુધી, રવાપર રોડ, ગાંધી ચોક સર્કલથી વિજય ટોકીઝ-નવાડેલા રોડના ખૂણા સુધીના માર્ગોને નવા બનાવવાના કામને મંજૂરી મળી ગઈ છે. આ કામની માત્ર ટેન્ડર પ્રક્રિયા જ બાકી છે. ટેન્ડર પ્રક્રિયા શરુ થતા પહેલા આચારસંહિતા લાગુ પડી ગઈ હોવાથી તે બાકી રહી ગઈ છે. જેથી આચારસંહિતા ઉઠતા જ ટેન્ડર પ્રક્રિયા કરીને તુરંત જ રસ્તાઓનું કામકાજ શરૂ કરાવી દેવામાં આવશે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text