માળીયા : યુ.એસ.એલ કંપનીના ડમ્પરોમા ડ્રાઇવરે તોડફોડ કર્યાની ફરિયાદ

કંપનીએ પગાર બંધ કરી દેતા ડ્રાઇવર ઉશ્કેરાયો, કર્મચારીઓને છરી બતાવી ધમકાવ્યા

મોરબી : માળીયા મિયાણાના નવલખી પોર્ટ પરની યુ.એસ.એલ કંપનીએ અકસ્માતમાં ઇજા પામેલા પોતાની કંપનીના ડમ્પરના ચાલકની તબિયત સારી થઈ જતા પગાર આપવાનું બધ કરી દેતા ઉશ્કેરાયેલા આ ડમ્પર ચાલકે કંપનીના છ ડમ્પરમાં તોડફોડ કરીને કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.માળીયા પાલિસે આ બનાવની ફરિયાદના પગલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની માળીયા મિયાણા પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ નવલખી પોર્ટ પરની યુ.એસ.એલ.કંપનીના કર્મચારી મોહમદ ઇકબાલ મહમદ સૈયુબ શેખે માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે.માળીયાના વવાણીયા ગામે રહેતા રહીમભાઈ દાઉદભાઈ ધોના ઉ.વ.42 અગાઉ આ કંપનીમાં ડમ્પર ચાલક તરીકે નોકરી કરતા હતા.ત્યારે એકાદ વર્ષ પહેલાં તેમને અકસ્માતમાં ઇજા થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.તેથી કંપનીએ આ ડમ્પર ચાલકની તબિયતમાં સુધારો ન થાય ત્યાં સુધી તેની તમામ સારવાર માટે પગાર ચૂકવ્યો હતો.ત્યારબાદ તેની તબિયત એકદમ સારી થઈ જતા કંપનીએ પગાર બંધ કરી દીધો હતો.આથી ઉશ્કેરાયેલા આ ડમ્પર ચાલકે ગઈકાલે નવલખી પાસેના કંપનીના ડમ્પર વર્ક શોપમાં આવીને છ ડમ્પરોમાં તોડફોડ કરી હતી તેમજ કર્મચારીઓને ટોમી અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બાબતની ફરિયાદ નોંધાવતા માળીયા પાલિસે આરોપીની ધરપડક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news