મોરબી રેડિયોમાં આજે રાત્રે ૯ વાગ્યે સાંભળો પર્યાવરણપ્રેમી જીતુભાઇ ઠક્કરને

- text


મહેમાનો ઓ વ્હાલા શોમાં પર્યાવરણનું જતન કરવાં માટે ઉમદા પ્રયાસ કરનાર જીતુભાઇ ઠક્કર સાથે આર.જે. રવિ સીધો સંવાદ કરશે

મોરબી : મોરબી અપડેટ દ્વારા શરૂ કરાયેલા મોરબી રેડીયોમાં આજે રાત્રે 9 વાગ્યે મહેમાનો ઓ વ્હાલા શોમાં જાણીતા પર્યાવરણપ્રેમી જીતુભાઇ ઠક્કર મહેમાન બનશે.તેઓ મોરબીમાં પર્યાવરણના જતન માટે ઉમદા પ્રયાસો કરી રહ્યા છે.ત્યારે આજે રાત્રે મોરબી રેડિયો પર તેમની સાથે આર. જે.રવિ બરાસરા સીધો સંવાદ કરશે.

મોરબી અપડેટ દ્વારા મોરબી શહેરનો પોતાનો રેડિયો શરૂ કરવામાં આવ્યો છે. આ મોરબી રેડીયોના માધ્યમથી લોકો અલગ અલગ ક્ષેત્રે યોગદાન આપનાર અગણિત પ્રતિભાઓ વિશે માહિતી મેળવી તેમના પ્રેરણાદાયી કાર્યો થકી પ્રોત્સાહિત થાય તે માટે દરરોજ રાત્રીના 9 થી 10 વાગ્યા દરમ્યાન મહેમાનો ઓ વ્હાલા શો શરૂ કરવામાં આવ્યો છે.જેમાં અલગ અલગ ક્ષેત્રેની પ્રતિભાઓને મોરબી રેડીયોમાં બોલાવીને તેમના સાથે સીધો સંવાદ કરી તેમના જીવનની રસપ્રદ વાતો લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાઈ છે.ત્યારે આજે રાત્રે 9 વાગ્યે મોરબી રેડીયોમાં મહેમાનો ઓ વ્હાલા શો હેઠળ જાણીતા પર્યાવરણ પ્રેમી જીતુભાઇ ઠક્કર મહેમાન બનશે.જીતુભાઇ ઠક્કર મોરબીમાં પર્યાવરણની જાળવણી માટે વર્ષોથી સક્રિય પ્રયાસો કરી રહ્યા છે.વૃક્ષ વાવી અને તેનું કાળજી પૂર્વક જતન કરે છે.તેમજ મયુર નેચર કલબ સંસ્થા સાથે વર્ષોથી જોડાયાને અવારનવાર આ સંસ્થાના માધ્યમથી અને વનવિભાગના સહયોગથી દર ચોમાસામાં ઝાડ થાય તેવા વૃક્ષનું વિનામૂલ્યે વિતરણ કરે છે અને પોતાના ઘરની અગાશી પર પણ શાકભાજીનો વાવેતરનો સફળ પ્રયોગ કર્યો છે.જેના માધ્યમથી લોકોને શુદ્ધ શાકભાજી ખાવું હોય તો અગાશી પર શાકભાજીનું વાવેતર કરવાનો મેસેજ આપ્યો હતો.એકંદરે ઓર્ગેનિક વસ્તુઓ માટે તેઓ ભારે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.ત્યારે આજે મોરબી રેડીયોમાં તેમની સાથે આર. જે. રવીના સીધા સંવાદમાં તેમના જીવનની ઘણી રોચક વાતો સાંભળવા મળશે.તેથી આજે રાત્રે 9 વાગ્યે મોરબી રેડિયો સાંભળવાનું ચૂકતા નહિ. ઉપરાંત આ કાર્યક્રમ આવતીકાલે સવારે 11 થી 12 દરમિયાન રિપીટ પણ થવાનો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text