મોરબી જિલ્લામાં અનેક સમસ્યાઓની વચ્ચે ચૂંટણીમાં પ્રજાનો મિજાજ કેવો રહેશે ?

- text


તાલુકામાંથી જિલ્લો બનેલું મોરબી હજુ પણ અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યું છે : પ્રજા કોને આવકારો અને કોને જાકારો આપશે તે જોવાનું રહ્યું

મોરબી : લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે ચાર લોકસભા બેઠક સાથે સંકળાયેલા મોરબી જિલ્લામાં અનેક સળગતી સમસ્યાઓ છે.આ સમસ્યાઓ લોકસભાની ચૂંટણીમાં કેવી અસર કરશે ? શુ વિપક્ષ આ સમસ્યાઓના મુદે શાસક પક્ષને ઘેરીને મતદારોમાં ધારી અસર ઉપજાવી શકશે કે શાસક પક્ષ પોતાની અમુક કામગીરીને અસરકારક રીતે હથિયાર બનાવીને મતદારોનું માનસ પલટાવી શકશે કે કેમ તથા સમસ્યાઓ મુદે મતદારોનો કેવો મિજાજ રહેશે તે જોવાનું રહ્યું.

મોરબીની સમસ્યાઓની વાત કરીએ તો સમસ્યાઓ ફાટીને ધુમાડે ગઈ છે શાસક પક્ષ અને તંત્રની ધોર અવગણનાને કારણે મોરબી સમસ્યાઓનું ઘર બની ગયું છે તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ નહી લાગે.મોરબી જિલ્લો બની ગયો એને પાંચ વર્ષ થવા આવ્યા પણ હજુ પાયાની સુવિધાઓના કોઈ ઠેકાણા નથી.જ્યાં જુઓ ત્યાં ગંદકી પાણી લાઈટનો અભાવ જેવી અને માળખાકીય સુવિધાઓ માટે શહેરીજનો વલખા મારી રહ્યા છે બીજી તરફ રેલવે પ્રશ્ને પણ વર્ષોથી અન્યાય થતો આવે છે અને વર્ષોથી એરપોર્ટની સુવિધાઓ આપવાની માત્ર વાતો જ થયા કરે છે .આવી જ રીતે મોરબીને મહાપાલિકાના દરજ્જા આપવાનો પણ ગપગોળો ચલાવવામાં આવે છે.મોરબી જિલ્લો માત્ર કહેવા પૂરતો જ હોય તેમ ઘણી જિલ્લા કક્ષાની કચેરીઓ હજુ સુધી કાર્યરત થઈ નથી અગત્યની જીએસટી વિભાગ કે ફૂડશાખા હોય એ બધી જ કચેરીઓ રાજકોટથી ચાલે છે.જોકે મોરબીમાં વખતોવખત અનેક સરકારી યોજનાના કામો મજૂર થાય છે પણ અમલ નહિવત જેવો જ હોય છે.આ વર્ષ મોરબીના પર્યાવરણના હિતમાં સરકારે એક સારી બાબત અમલમાં મૂકી છે.જેમાં એનજીટીએ મોરબીના સીરામીક ઉધોગમાં વપરાતા અને પર્યાવરણ માટે ખતરનાક કોલગેસ પર પ્રતિબધ મૂકી દિધો છે.એનાથી સીરામીક ઉધોગને મોટું નુકસાન પહોંચ્યું છે.પણ મોરબીના પર્યાવરણના હીતમાં સારી બાબત છે.જેનાથી મોરબીમાં પર્યાવરણનું જતન થશે. જ્યારે સામા પક્ષે સીરામીક ઉદ્યોગોને પણ મોટો ફટકો પડયો છે. આમ મોરબી જિલ્લામા અનેક સમસ્યાઓ રહી છે. ત્યારે તેની અસર આગામી લોકસભા ચૂંટણીમાં કેવી રહેશે તે જોવાનું રહ્યુ.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text