રાજ્યમાં પ્રથમ વખત મોરબીમાં ચક્કર નિદાન અંગે તબીબોની કોંફરન્સ યોજાઈ

- text


ટોચના નિષ્ણાતોએ કાન-નાક-ગળાના ભારતભરના 117 ડોકટરોને ચક્કર વિશે માગર્દશન આપ્યું

મોરબી : રાજ્યમાં સૌપ્રથમ વખત મોરબી ખાતે રાહતદરે ભારતભરના કાન નાક ગળાના ડોક્ટરો માટે ચક્કર નિદાન અંગે કોંફરન્સ યોજાઈ હતી.જેમાં ભારતભરના 117 ડોકટરોએ ભાગ લીધો હતો.અને ટોચના નિષ્ણાત ડોક્ટરની ટીમે આ ભારતભરના ડોક્ટરોને ચક્કરના રોગનો કેવી રીતે ઈલાજ કરવો તેનું સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.

મોરબીની ઓમ હોસ્પિટલમાં આવેલા કોંફરન્સ રૂમમાં આજે રાજયકક્ષાના ચક્કર નિદાન અંગેની કોંફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.જોકે માત્ર મોરબીમાં જ નહીં બલ્કે રાજ્યમાં પ્રથમ વખત આ રાજ્યકક્ષાની કોંફરન્સ યોજાઈ હતી.જેમાં કાન નાક ગળાના ભારતભરના તબીબો ચક્કર નિદાનનું માર્ગદશન લેવા ઉપસ્થિત રહ્યા હતા અને ભારતભરના 117 જેટલા ડૉક્ટરીએ આ ચક્કર નિદાનની કોંફરન્સમાં ભાગ લીધો હતો એ તબીબોને ચક્કર રોગના ટોચના નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું કે 80 ટકા કાનના કારણે જ ચક્કર આવે છે.કાનના અંદરના ભાગે જે કાંઈ એક્ટિવિટી થાય તેના કારણે ચક્કર આવતા હોય છે.બાકી 20 ટકા મગજ કે અન્ય કોઈ બીમારીના કારણે ચક્કર આવી શકે છે.જોકે ચક્કરનું નિદાન અને સારવાર કેવી રીતે કરી શકાય તે અંગે એક સોફ્ટવેર સુચવ્યો હતો.અને ચક્કરના રોગનો કેવી રીતે ઈલાજ કરવો તે અંગેની સંપૂણ માહિતી આપી હતી અને ડો. શ્રીનિવાસન દોરસાલા-બેંગલોર, ડો. અવિનાશ બિજલાણી- દીલ્હી, ડો. સંદીપ શર્મા- લુધીયાણા, ડો. ચારુહાસ જગપત-ધુલે, ડો. રમેશ રોહીવાલ- ઔરંગાબાદ, ડો. સુર્યપ્રકાશ- બેંગલોર, ડો. સ્વરૂપ મિશ્રા- ભુવનેશ્વર, ડો. દર્શન ભટ્ટ- રાજકોટ, ડો. નિલય શાહ- આણંદ, ડો. પ્રિતી મડાન- લુધીયાના સહીત ના નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવા મા આવ્યુ હતુ, તેમજ ચક્કર ની તપાસ ના સાધનો ની ્તાલીમ દરેક પાર્ટીસિપેન્ટ ડોક્ટર્સ ને આપવા મા આવી હતી તેમ ડો. હીતેશ પટેલ, ડો. પ્રેયશ પંડ્યા, ડો. હીતેશ બી. શાહ એ યાદી મા જણાવ્યુ હતુ.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text