મોરબીના વિડી વિસ્તારમાં જંગલી પ્રાણીની વનવિભાગ દ્વારા શોધખોળ

- text


થોડા દિવસો પહેલા દીપડો દેખાયો હોવાની વાતથી શોધખોળ કરી પણ દીપડાના સગડ ન મળ્યા : રોઝડાનું મરણ થતા જંગલી પ્રાણી હોવાની શક્યતાના આધારે વનતંત્રએ શોધખોળ હાથ ધરી

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ ન્યુ પેલેસ પાસેના વિડી વિસ્તારમાં થોડા દિવસો પહેલા દીપડો દેખાયો હોવાની વાતથી વન વિભાગે શોધખોળ હાથ ધરી હતી પરંતુ દીપડા જેવા પ્રાણીના સગડ મળ્યા ન હતા.ત્યારે રોઝડાનું મારણ થયેલો મૃતદેહ મળતા વન વિભાગે કોઈ જંગલી પ્રાણી હોવાની શક્યતાના આધારે શોધખોળ હાથ ધરી છે.

મોરબીના સામાકાંઠે આવેલ રાજાશાહી વખતના ન્યુ પેલેસ પાસેના વિડી વિસ્તારમાં થોડા દિવસો પહેલા દીપડો દેખાયો હોવાની વાત સામે આવી હતી.આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને વન વિભાગે આ વિડી વિસ્તારમાં સતત પેટ્રોલીગ હાથ ધરીને શોધખોળ કરી હતી.પરંતુ દીપડાના ક્યાંય સગડ મળ્યા ન હતા.આ અંગે રેન્જ ફોરેસ્ટર ઓફિસર વાળાએ જણાવ્યું હતું કે.દીપડી દેખયાની જાણ થતાં સઘન શોધખોળ હાથ ધરી હતી.પરંતુ હજુ સુધી દીપડાના કોઈ સગડ મળ્યા ન હતા.આમ છતાં વન વિભાગ દ્વારા પેટ્રોલીગ ચાલુ રખાયું હતું. દરમ્યાન આ વિડી વિસ્તારમાંથી રોઝડાનું મારણ કર્યું હોય તેમ તેનો મૃતદેહ મળી આવ્યો હતો.આથી આ વિડી વિસ્તારમાં કોઈ જંગલી પ્રાણી હોવાની શક્યતાના આધારે દરરોજ રાત્રીના સમયે એલ.ઇ.કોલેજ પાછળના વિડી વિસ્તારમાં આ જંગલી પ્રાણીની શોધખોળ કરવા માટે સતત પેટ્રોલીગ કરવામાં આવી રહ્યું છે અને વન વિભાગ દ્વારા જરૂર પડ્યે રેસ્ક્યુ ટીમ પણ તૈયાર રાખવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text