મોરબીના પાકવીમાંના પ્રશ્ને ન્યાય ન મળે તો ગ્રાહક સુરક્ષા મંડળ કાયદાકીય કાર્યવાહી કરશે

- text


મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે ઉચ્ચકક્ષાએ રજુઆત કરી

મોરબી : મોરબી જિલ્લાને સરકારે અછતગ્રસ્ત જાહેર કર્યા બાદ સાવ મામુલી પાક વીમો જાહેર કરીને ખેડૂતોને દાઝ્યા પર ડામ દીધો છે.જિલ્લાના ખેડૂતો પકવીમાંના પ્રશ્ને ન્યાય મેળવવા માટે લડત ચલાવી રહ્યા છે.પરંતુ હજુ સુધી ખેડૂતોને ન્યાય મળ્યો નથી તેથી મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે ઉચ્ચકક્ષાએ રજુઆત કરીને ખેડૂતોને પકવીમાંમાં ન્યાય નહિ મળે તો કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી આપી છે.

મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લેખિતમાં જણાવ્યું હતું કે,સરકારે મોરબી જિલ્લાના પકવીમાંમાં ખેડૂતોને મોટો અન્યાય કર્યો છે.જોકે ગતવર્ષે ખેડૂતોએ દેવું કતીને મોંઘું બિયારણ ખરીદીને પાકનું વાવેતર કર્યું હતું.પરંતુ ચોમાસુ નબળું જવાથી ખેડૂતોનો મોટાભાગનો પાક નિષફળ ગયો હતો.આથી સરકારે પણ ખેડૂતોનો આ પાકવિમો નિષ્ફળ ગયાનું કબૂલ કરીને અછતગ્રસ્ત જાહેર કર્યો હતો.પણ સરકારે પકવિમમાં ખેડૂતોની ક્રૂર મશ્કરી કરી હોય તેમ સાવ ઓછો પાક વીમો જાહેર કરીને ખેડૂતોને પડ્યા પર પાટુ મારી છે.જોકે ખેડૂતોને ઓછો પાકવીમો મળવાથી અનેક પ્રકારની આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.જેમાં આવનાર વર્ષ માટે પાક માટેના આગોતરા આયોજન અને દીકરા દીકરીના શુભ પ્રસંગો સહિતના કાર્યો માટે મોટી મુશ્કેલી ઉભી થશે.બીજી તરફ ખેડૂતો પાકવીમામાં ન્યાય મેળવવા માટે સંમેલન અને ધરણા સહિતના આંદોલનો કરી રહ્યા છે.તેમ છતાં ખેડૂતોને ન્યાય મળ્યો નથી તેથી ખેડૂતોને ન્યાય ન મળે તો ગ્રાહક સુરક્ષા મંડળને કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text