હળવદમાં આઈપીએલ મેચ પર સટ્ટો રમતો એક ઝડપાયો

હળવદ : હળવદ પોલીસે આઇપીએલની ક્રિક્રેટ મેચ પર સટ્ટો રમતા એક શખ્સને ઝડપી લીધો હતો.જ્યારે આ કિક્રેટ સટ્ટાના નેટવર્કમાં અન્ય ત્રણ શખ્સોના નામો ખુલતા હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની હળવદ પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર હળવદના ચરાડવા ગામે રહેતા વિજય ચુનીલાલના મકાનમાં આઇપીએલ ક્રિક્રેટ મેચ પર જુગાર રમાતો હોવની બાતમીના આધારે ગઈકાલે હળવદ પોલીસે ત્યાં દોરડો પડ્યો હતો.જેમાં પોલીસે આઇપીએલ મેચ પર રન ઉપર હરજીતનો જુગાર રમતા વિજય ચુનીલાલ જોબનપુત્રાને 6 મોબાઈલ, રૂ 5 હજાર રોકડા તથા ક્રિક્રેટ સટ્ટાનું સાહિત્ય મળીને કુલ રૂ.20500ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.આ કિક્રેટનો સટ્ટો રમતા અને રમાડતા જગદીશભાઈ વલમજીભાઈ માકાસણા, મનીષ દરજી ઉફે શ્રીજી,ટેમી પટેલના નામો ખુલતા હળવદ પોલીસે આ ત્રણેય આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news