મોરબીમાં જીએસટી કૌભાંડમાં વધુ ચાર શખ્સોની ધરપકડ

- text


 

અગાઉ આઠ આરોપી ઝડપાયા બાદ એસઓજીએ ગુનામાં સંડોવાયેલા અન્ય ચાર આરોપીને પણ પકડી પાડી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી

મોરબી : મોરબીમાં બોગસ પેઢીઓ ઉભી કરીને રૂ. ૧૭ કરોડની જીએસટી ચોરી કરવાના કૌભાંડમા એસઓજીએ અગાઉ આઠ આરોપીઓને ઝડપી પાડયા હતા. ત્યારે આ આરોપીઓની પૂછપરછ દરમિયાન અન્યના નામો ખુલતા એસઓજીની ટીમે વધુ ચાર આરોપીઓને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

મોરબીમાં ગરીબ લોકોના ડોકયુમેન્ટ તથા ફોટા મેળવી સરકારનો વેરો નહિ ભરવાના ઇરાદાથી અગાઉથી ગુનાહિત કાવત્રુ રચી સાધારણ નાગરિકને ખોટા બહાના હેઠળ ભોળવી તેમના ડોકયુમેન્ટનો ઉપયોગ કરી કુલ ૧૬ પેઢીઓ બોગસ પેઢીઓ બનાવી જી.એસ.ટી. નંબર મેળવી જે જી.એસ.ટી.નંબર આધારે કુલ ૩૮૫ર ઇ-વે બીલ કુલ વેરો રૂ.૧૭,૭૬,૬૦,૫૫૬/- સરકારીની તીજોરીમાં નહિ ભરી સરકાર સાથે વિશ્વાસઘાત કરી,ગુન્હાહિત કાવતરૂ રચીને ઠગાઇ કરી સરકારને આર્થિક નુકશાન પહોચાડવા બદલ એસઓજીની ટીમે આઠ આરોપીઓને પકડી પાડયા હતા.

- text

આઠેય આરોપીઓની પૂછપરછમાં અન્ય નામ ખુલતા એસઓજીએ (૧) મયુર ચતુરભાઇ ઉઘરેજા ઉ.વ.૨૭ ધંધો નોકરી રહે.ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ, શનાળા રોડ મોરબી (૨) રવિ મનસુખલાલ ફુલતરીયા ઉ.વ.૨૯ ધંધો વકીલાત રહે.રવાપર રોડ હરિહર નગર-૧,મોરબી (૩) રાકેશ પોપટભાઇ ભાટીયા ઉ.વ.૩૧ ધંધો વેપાર રહે.બ્લોક નં.૨૦૨ રામપેલેસ, ઓમપાર્ક,રવાપર રોડ, મોરબી (૪) હીરેન્દ્ર ઉર્ફે હીરેન દીનેશભાઇ સાણદીયા ઉ.વ.૨૮ રહે.રવાપર રોડ વેલ્કમ પાર્ટી પ્લોટ સામે શીવમ પેલેસ, મુળ બીલીયા ગામ તા.જી.મોરબી વાળાઓને પકડી પાડી તેની રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

- text