હળવદના ઘનશ્યામનગરમા પરિણીતા લાપતા : સ્યુસાઇડ નોટ પણ મળી

 

હળવદ : હળવદના ઘનશ્યામનગરમા રહેતા પરિણીતા લાપતા બન્યા છે. જો કે આ પરિણીતા ઘરે સ્યુસાઇડ નોટ મૂકી કોઈને કહ્યા વગર ચાલ્યા ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

હળવદ તાલુકાના ઘનશ્યામનગર ગામે રહેતા જિજ્ઞાબેન દિનેશભાઇ કણઝારીયા ઉ.વ. ૩૫ છેલ્લા ઘણા સમયથી બીમાર રહેતા હોય ઘરે કોઈને કહ્યા વગર ચાલ્યા ગયા છે. તેમના ઘરેથી તેઓએ લખેલી સ્યુસાઇડ નોટ પણ મળી છે. આ બનાવ અંગે ગુમ થયેલા પરિણીતાના પતિએ હળવદ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે નોંધ કરીને તપાસ આદરી હોવાનું જાણવા મળ્યું છે.