મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં પક્ષીઓ અને શ્વાનોને ગરમી સામે રક્ષણ આપવા કુલર મુકાયા

- text


40 યુવાનોની ટીમના યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપ દ્વારા પક્ષીઓ અને શ્વાનનું કાળજીપૂર્વક કરતું જતન : ઇજગ્રસ્ત પક્ષીઓ માટે ઉપયોગી બર્ડ હેલ્પલાઇન શરૂ કરી

મોરબી : હાલની કાળઝાળ ગરબીથી જનજીવન તોબા પોકારી ઉઠ્યું છે.ત્યારે અબોલ પશુ પંખીઓની શી વિસાત તેવું ગંભીર ચિંતન કરીને પશુ પંખીઓને ગરમીથી રક્ષણ આપવા મોરબીના 40 યુવાનોની ટીમના યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપે સરાહનીય કાર્ય કર્યું છે.આ ગ્રુપના જીવદયા કેન્દ્રમાં આશ્રય લેતા પક્ષીઓને અને શ્વાનોને ગરમીમાં ટાઢક આપવા કુલરો મુકવામાં આવ્યા છે.જોકે આ યુવાનોની ટીમ અભ્યાસની સાથે પોતાની પોકેટમની તથા દાતાઓના સહયોગથી ગંભીર ઇજગ્રસ્ત પક્ષીઓ અને શ્વાનનું કાળજીપૃર્વક જતન કરે છે.

ઘણી વખત કોલેજીયન યુવાનો વિશે એવું કહેવાતું હોય છે.આ યુવાનો માત્રને માત્ર પોતાના મોજશોખમાં ગળાડૂબ રહે છે.પણ હકીકતે એવું હોતું નથી.ઘણા યુવાનો અભ્યાસ અને પરિવારની સાથે સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સુપેરે નિભાવે છે.અવાજ મોરબીના 18થી 22 વર્ષના 40 યુવાનોની ટીમ છે.આ યુવાનોને પક્ષીઓ અને શેરીમાં ભટકતા શ્વાનો પ્રત્યે વિશેષ કરુણા છે.આથી આવડી વયે પણ આ યુવાનોએ આ અબોલજીવો માટે સેવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે.જેમાં આ 40 યુવાનોની ટીમે યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપ શરૂ કર્યું હતું અને આ ગુપે દાતાઓના સહયોગથી પક્ષીઓ અને શ્વાનોની સેવા કરવા માટે કર્તવ્ય જીવદયા ગ્રુપ શરુ કર્યું છે.

આ સંસ્થા શરૂ કરવા પાછળ અબોલજીવો પ્રત્યે યુવાનની વિશેષ કરુણાભાવ રહેલો છે.જેમાં અગાઉ આ ટીમના એક યુવાન વિષુ પટેલ શ્વાન પ્રેમી છે.તે સમયે તેની શેરીમાં રખડતા ભટકતો એક શ્વાન બીમાર પડ્યો હતો.ત્યારે આ યુવાને શ્વાનની સારવાર કરવા માટે વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓ પાસે ગયો હતો પરંતુ કરુણતા એ હતી કે આવા અબોલ જીવો માટે સારવારની કોઈ સંસ્થા જ ન હતી.આથી બધા યુવાનો એ સાથે મળીને પક્ષીઓ અને શ્વાન જેવા પ્રાણીઓનો સહારો બનવાનું નક્કી કર્યું અને પછી બધાએ પોકેટમનીની રકમ એકડી કરી એન્ડ જરૂર પડી ત્યારે દાતાઓ સહયોગ પણ લીધો આ રીતે કર્તવ્ય જીવદયા કેન્દ્ર શરૂ થયું હતું અને હાલ તેમાં 55 જેટલા પક્ષીઓ અને 11 શ્વાનોની સારસંભાળ કરવામાં આવે છે.

- text

હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે.તેથી આ સંસ્થામાં આશ્રય લેતા આ પક્ષીઓ અને શ્વાન માટે ગરમીથી રક્ષણ આપવા દસ ગ્રુપમાં ઠંડા કુલરો મુક્યા છે.જોકે યુવાનોએ પોતાની ઓફિસમાં પણ કુલરો મુક્યા નથી અને અબોલજીવો માટે કુલરો મૂકીને માનવતાને ઉજળી બનાવી છે.આ ઉપરાંત પક્ષીઓની સારવાર માટે બર્ડ હેલ્પલાઇન ચલાવીને પક્ષીઓની સારસંભાળ લેવામાં આવે છે.મોરબીમાં આ એકમાત્ર બર્ડ હેલ્પલાઇન છે.જે સૌરાષ્ટ્માં રાજકોટ અને જામનગરને હવે મોરબીને બાદ કરતાં બીજે ક્યાંય નથી.આ સંસ્થા ચકલીના માળા અને કુંડાનું વિતરણ કરે છે અને સમયાંતરે જુદાજુદા કાર્યક્રમો આપીને અબોલજીવોને સેવા કરીને અન્યોને પ્રેરણાબળ પૂરું પાડી રહ્યા છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text