સજ્જનપર દુધ ઉત્પાદક સહકારી મંડળી જીલ્લામાં અવ્વલ નંબર

- text


 

દુધ ઉત્પાદકો માટે સરાહનીય કામગીરી બજાવતી સજ્જનપર મંડળી

- text

હડમતીયા : મોરબી જિલ્લાની શ્રી સજનપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી એ વર્ષ ૨૦૧૮/૨૦૧૯ ના વર્ષમાં ૪૦૩૭૯૬૧૬/- (ચાર કરોડ ત્રણ લાખ અોગણઅેંસી હજાર છસ્સો સોળ) રુપિયાનું જંગી ટર્નઓવર કરી ૩૨૯૮૭૭૪/- (બત્રીસ લાખ અઠ્ઠાણું હજાર સાતસો ચિમોતેર ) રૂપિયાનો ચોખ્ખો નફો કરીને મોરબી જિલ્લાની દુધ ઉત્પાદક સહકારી મંડળીઅોમાં મોખરાનું સ્થાન ધરાવી જીલ્લામાં અવ્વલ નંબર મેળવેલ છે. જે નફામાંથી અને મંડળીમાં જમા પડેલ રકમ માંથી દૂધ ઉત્પાદકો ને ૭% ભાવ ફ્રી આપવાની વ્યવસ્થાપક કમિટીએ નકકી કરી સરાહનીય કામગીરી કરેલ અને દરેક દૂધ ઉત્પાદકોને પશુ હેલ્થ કાર્ડ આપી વર્ષ દરમિયાન પશુની સારવારનો ખર્ચ મંડળી ભોગવશે તેવું વ્યવસ્થાપક કમિટીએ નકકી કરેલ છે સાથે મંડળીમાં ATM મશીન CCTV કેમેરા અને દૂધ ઉત્પાદકોનુ ચૂકવણું ઓનલાઈન દૂધ ઉત્પાદકોના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે તેવુ દુધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી શ્રી કેશવજીભાઈ રામજીભાઈ રૈયાણી પાસેથી માહિતી જાણવા મળેલ છે.

 

- text