મોરબીમાં ભારત વિકાસ પરિષદના નિદાન કેમ્પનો ૪૬૩ દર્દીઓએ લીધો લાભ

- text


 

સ્વ. ગોવિંદભાઈ રાઠોડની સ્મૃતિમાં નિદાન કેમ્પનું આયોજન : મતદાર પણ ફેલાવાઈ

મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા સ્વ. ગોવિંદભાઈ હીરાભાઈ રાઠોડની પુણ્યસ્મૃતિમાં એક નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના નિષ્ણાંત તથા સેવાભાવી તબીબો ડો. જયેશ પનારા ડો. અમિત ગામી ડો. ફાલ્ગુન ધોરીયાણી ડો. નયન પટેલ ડો. અર્પણા કૈલા ડો. ભાવિક પટેલ ડો. અજય છત્રોલા ડો. વિરલ લહેરુ ડો. શૈલેષ પટેલ ડો. ઉત્સવ દવે ડો. ઋષિ વાંસદડિયા ડો. યશ કડિવાર ડો. વિશાલ બાવરવા ડો. ચિરાગ પનારા તથા ડો. વિરેન કાલરીયાએ પોતાની સેવાઓ આપી હતી.

કેમ્પમાં જુદાજુદા રોગના 257 મહિલાઓ તથા 206 પુરુષ દર્દીઓ મળી કુલ 463 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. દાતા પરિવારના સહયોગથી તમામ દર્દીઓને દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી. ડો. લહેરુ ડાયગ્નોસીસ લેબોરેટરી તથા રાઠોડ પરિવારના સંયુક્ત ઉપક્રમે બ્લડસુગર સહિતના તમામ રીપોર્ટ પણ નિઃશુલ્ક કરી આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત નિઃશુલ્ક બ્લડ ગૃપીંગ પણ કરી આપવામાં આવ્યું હતું. અંદાજે 84 યુવાનોએ પોતાનું બ્લડ ગૃપ ચેક કરાવ્યું હતું.

આ કેમ્પમાં ભારત વિકાસ પરિષદ મોરબીના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, મંત્રી હરેશભાઇ બોપલીયા, ડો. મનુભાઈ કૈલા ડો. પનારા દિલીપભાઈ પરમાર પંકજભાઈ ફેફર તથા નાગડાવાસ ગામના સર્વે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સર્વે ગ્રામજનોને લોકશાહીના મહાપર્વ ચૂંટણીમાં 100%મતદાન કરવા પણ જાગૃતિ લાવવામાં આવી હતી.

આ કેમ્પમાં નાગડાવાસ, રાપર, મધુપુર, બહાદુર ગઢ, રામરાજનગર, ગાળા, કિશનગઢ, કૃષ્ણનગર, સોખડા સહિતના ગ્રામજનોએ લાભ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા અશ્વિનભાઈ રાઠોડ હરદેવભાઈ ડાંગર ચંદુભાઈ ડાંગર, મિયાત્રા રાજેશભાઇ, ચાવડા ભરતભાઈ, કુવાડિયા ભાનુભાઈ, મહેતા કિરીટભાઈ, વિશાલ બરાસરા ચિરાગ હોથી મનોજભાઈ ભટટ પરેશભાઈ મિયાત્રા નિતીનભાઈ માંડવીયા દિનેશભાઈ હુંબલ લાખાભાઈ ધ્રાંગા, મનહરલાલ કુંડારીયા, રમેશભાઈ છૈયા, કિશન વાગડિયા, ધૃમીલ આડેસરા તથા નાગડાવાસના સમગ્ર યુવા અને ઉત્સાહી ટીમે જહેમત ઉઠાવી હતી.

- text

કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોને ચા અલ્પાહાર દવા વગેરેનું સંપૂર્ણ આર્થિક અનુદાન દાતાઓ કનાઈબેન ગોવિંદભાઈ રાઠોડ, પ્રદિપભાઈ ગોવિંદ ભાઈ રાઠોડ, લાખાભાઈ ગોવિંદભાઈ રાઠોડ, અશ્વિનભાઈ ગોવિંદભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તમામ સેવાભાવી તબીબો તેમજ દાતા પરિવારનું મોમેન્ટો આપી ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

- text