વાંકાનેરમા કાર અને બાઈક વચ્ચે અકસ્માત : એકને ઇજા

 

વાંકાનેર : વાંકાનેરમા કારે બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર એક વ્યક્તિને ઇજાઓ પહોંચતા તેને રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

વાંકાનેર- મોરબી નેશનલ હાઇવે પર વઘાસીયા ટોલનાકા પાસે જીજે ૧ કેએ ૧૮૭૦ નંબરની સ્વીફ્ટ કારે બાઇકને હડફેટે લીધું હતું. જેથી બાઇક સવાર ભીખાભાઇ વેરશીભાઈ બાવરવા ઉ.વ. ૩૨ને ઇજાઓ પહોંચી હતી. હાલ તેઓ રાજકોટની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ મામલે ઇજાગ્રસ્તના ભત્રીજા વેલજીભાઈ પરસોતમભાઈ બાવરવાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સ્વીફ્ટ કારચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.