લજાઈ નજીક ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત : એકને ઇજા

 

ટંકારા : ટંકારાના લજાઈ નજીક થોડા દિવસો પૂર્વે ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં આઇસરચાલકને ઇજાઓ પહોંચી હતી. આ મામલે ટંકારા પોલીસ મથકે ગઈકાલે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારાના લજાઈ નજીક હડમતીયા જવાના રસ્તે વણાંક ઉપર ગત તા. ૨૫ના રોજ જીજે ૧૩ વી ૩૩૭૬ નંબરનો ટ્રક ટાટા આઇસર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મેરાભાઈ દેવાભાઈ ઝાપડાના બન્ને પગમાં ફેક્ચર થયા હતા. આ મામલે મેરાભાઈએ ગઈકાલે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.