નવજાત શિશુની શ્રેષ્ઠ સારવાર મોરબીના આંગણે : નિષ્ઠા ચાઈલ્ડ કેર ક્લિનિકમાં તમામ સુવિધા

- text


સામાન્ય બીમારીથી લઈ હૃદયરોગ સુધીની સારવાર એક જ છત્ર હેઠળ

તજજ્ઞ તબીબ ડો.અમિત ધૂલે અને તેમની ટીમ દ્વારા અત્યાર સુધીમાં ૩૦૦૦થી વધુ કેસોમાં સફળ સારવાર

(પ્રમોશનલ આર્ટીકલ) મોરબી : આજના આધુનિક સમયમાં ટેક્નોલોજીનો વ્યાપ વધવાની સાથે – સાથે જુદી – જુદી બીમારીઓનું પ્રમાણ પણ વધ્યું છે ખાસ કરીને નવજાત શિશુની સારવારની બાબતમાં ખુબ જ કાળજી લેવી પડે છે પરંતુ મોરબી આધુનિક પીડિયાટ્રિક ક્લિનિકનો અભાવ હોય લોકોને રાજકોટ કે અમદાવાદ સુધી જવું પડે છે પરંતુ બાળરોગ નિષ્ણાત અને ગોલ્ડ મેડાલીસ્ટ ડો. અમિત ધૂલે અને તેમની ટીમ દ્વારા હવે મોરબીના આંગણે નિષ્ઠા ચાઈલ્ડ કેર ક્લિનિક શરૂ કરતા લોકોને અન્ય શહેર સુધી નહીં જવું પડે, અહીં સામાન્ય બીમારીથી લઈ હૃદયરોગ સુધીની જટિલ બીમારીઓની સારવાર આપવામાં આવે છે.

મોરબીના શનાળા રોડ પર મહેશ પાન સામે સદગુરૂ શોપિંગ કોમ્પલેક્ષમા ડો. અમિતકુમાર ધુલેની નિષ્ઠા ચાઈલ્ડ કેર ક્લિનિક હોસ્પિટલ કાર્યરત છે. આ હોસ્પિટલ નવીનતમ અભિગમ ધરાવે છે. સામાન્ય રીતે બાળકને બીમારી હોય ત્યારે તેના માતા પિતાને પોતાનો કામ ધંધો પડતો મૂકીને હોસ્પિટલમાં જવું પડતું હોય છે. પરંતુ બીમાર બાળકના માતા પિતાનો કિંમતી સમય ખર્ચાઇ નથી તેવા ઉદેશથી ડો. અમિતકુમાર ધુલેની આ હોસ્પિટલનો સમય બપોરે ૨ થી ૫ તેમજ રાત્રે ૮ થી ૧૦ રાખવામાં આવ્યો છે. ઉપરાંત હોસ્પિટલ રવિવારે પણ ચાલુ રાખવામાં આવે છે.

ડો. અમિતકુમાર ધુલે એમબીબીએસ અને એમડી છે. તેઓ તબીબી ક્ષેત્રે ૭ વર્ષનો બહોળો અનુભવ ધરાવવાની સાથે – સાથે નવજાત શિશુ અને બાળરોગમાં ગોલ્ડમેડાલીસ્ટ તબીબ છે.

- text

ડો. અમિત ધૂલે અગાઉ દિલ્હીની વિખ્યાત ફોરટીસ ઇસકોર્ટ હોસ્પિટલ અને ભોપાલની રેઈનબો ચિલ્ડ્રન હોસ્પિટલમાં સેવા આપી ચુક્યા છે અને હાલ મોરબીમાં સદભાવના ટ્રસ્ટ સંચાલિત કે.એન. વોરા હોસ્પિટલમાં પણ સેવા આપે છે. સાથે નિષ્ઠા ચાઈલ્ડ કેર ક્લિનિક પણ ચલાવે છે અને મોરબી આઈઆઈએમના સેક્રેટરી તરીકે પણ પોતાની જવાબદારીઓનું વહન કરી રહ્યા છે.

ડો. અમિતકુમાર મોરબીમાં નવજાત શિશુની હદય તપાસના પ્રણેતા છે. તેઓ શહેરના એકમાત્ર તબીબ છે જે ઇકો કાર્ડિયોગ્રાફીનો અનુભવ ધરાવે છે. અત્યાર સુધીમાં નવજાત શિશુના ૩૦૦૦ થી વધુ જટિલ કેસો તેઓએ હેન્ડલ કર્યા છે.

નિષ્ઠા ચાઈલ્ડ કેર ક્લિનિક વિશે ડો. અમિતકુમાર ધુલેએ જણાવ્યું કે આ હોસ્પિટલ અત્યાધુનિક સારવાર માટે પ્રતિબદ્ધતા ધરાવે છે. હોસ્પિટલમાં કુપોષણ, રક્તની ખામી, ટીબી, અસ્થમા, એલર્જી, ડાયાબિટીસ, સિકલ સેલ એનિમિયા, વારંવાર બિમાર પડવુ, હદયરોગ, જન્મથી ઓછું વજન અને ઓછા દિવસ વગેરે બાળરોગનું નિદાન અને સારવાર કરવામાં આવે છે.

અંતમાં ડો.અમિત ધૂલેએ આવતીકાલે મહારાષ્ટ્રીયન સમાજના નવા વર્ષ એટલે કે ગુડી પડવાનો પર્વ હોય શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજના લોકો અને અન્ય તમામ લોકોને શુભકામનાઓ પાઠવી છે.

સંપર્ક વિગત
નિષ્ઠા ચાઈલ્ડ કેર ક્લિનિક
જૂની પૂજા હોસ્પીટલ, સદગુરૂ શોપિંગ કોમ્પ્લેક્ષ, મહેશ પાન સામે, શનાળા રોડ, મોરબી.
મોબાઈલ : 9904464036 , 9904766668

- text