મોરબીના ઉમા ટાઉનશીપ પાસે આઇપીએલ મેચ પર સટ્ટો રમતા બે ઝડપાયા

- text


મોરબી : મોરબી એલસીબીએ ગઈકાલે રાત્રે ઉમા ટાઉનશીપ પાસે આઇપીએલ મેચ પર સટ્ટો રમતા બે શખ્સોને ઝડપી લીધા હતા.આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મોરબી એલસીબી સ્ટાફે ગતરાત્રે બાતમીના આધારે મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપ પાસેના કાન્તિ જ્યોત એપાર્ટમેન્ટના 303 નંબરના ફ્લેટમાં દરોડો પડ્યો હતો અને ત્યાં આઇપીએલ મેચનું મોબાઈલ પર જીવંત પ્રસારણ નિહાળીને રન ઉપર હરજીતનો સટ્ટો રમતા મિલનભાઈ ઉફે જીગો પ્રકાશભાઈ ફુલતરિયા, ભાવેશભાઈ ભગવનજીભાઈ પટેલને પાંચ મોબાઈલ ફોન તથા રૂ.13 હજારની રોડક મળીને કુલ રૂ.24500ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.જ્યારે આ સટ્ટામાં આરોપી મયુર પટેલ અને કિરીટ પટેલનું નામ ખુલતા પોલીસે તેની સામે ગુનો નોંધી આ બંનેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text