માળિયાના કૃષ્ણનગરમા જુગાર રમતા છ પકડાયા : રૂ. ૧.૫૩ લાખની રોકડ જપ્ત

માળિયા : માળિયાના કૃષ્ણનગર ગામે ચાલતા જુગારધામ પર મોરબી એલસીબીની ટીમે દરોડો પાડીને છ શખ્સોને પકડી પાડ્યા છે. આ સાથે રૂ. ૧.૫૩ લાખની રોકડ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

માળિયા તાલુકાના કૃષ્ણનગર ( મોટા દહીંશરા) ગામે આજે મોરબી એલસીબીએ રહેણાંક મકાનમાં દરોડો પાડીને જુગાર રમતા હસમુખ ગીગજીભાઇ પટેલ, હરખજી વેલજીભાઈ પટેલ, શૈલેષ રઘુભાઈ પટેલ, રમેશ પ્રવીણભાઈ પટેલ, નરેન્દ્ર ઉર્ફે નગીન પ્રાગજીભાઈ પટેલ અને કરશન જલાભાઈને રોકડ રૂ. ૧.૫૩ લાખ મળી કુલ રૂ. ૧.૬૮ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.