માળિયાના મોટીબરારના શિક્ષકનું ઉત્કૃષ્ટ શૈક્ષણિક કામગીરી બદલ સન્માન

મોરબી : માળીયા મિયાણા તાલુકાના મોટી બરાર ગામના શિક્ષકનું ઉત્કૃષ્ઠ શૈક્ષણિક કામગીરી બદલ રાજ્યના શિક્ષણ વિભાગના નિયામકના હસ્તે અદેકરું સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લાના માળિયા તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મયુર એસ. પારેખ સર એ લીધી હતી. એ મુલાકાત દરમ્યાન તેમણે શાળાની શૈક્ષણિક બાબતોનું ઝીણવટ પૂર્વક અવલોકન કર્યું હતું. તે દરમ્યાન તેેઓને શાળાના પ્રજ્ઞા ધોરણ ૧ અને ૨ વર્ગના શિક્ષક વિનયભાઈ વાંક ની શૈક્ષણિક બાબતોની પ્રશંસનીય કામગીરી જોવા મળી હતી. તે બદલ હળવદ મુકામે યોજાયેલ રીવ્યુ બેઠક માં માનનીય સચિવ શ્રી એમ. આઈ. જોશી સર ના વરદ હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે વિનયભાઈ ને શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીએ શુભેચ્છાઓ પાઠવી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news