માળીયા મિયાણાના વિવધ પ્રશ્ને મહિલા શક્તિ સંગઠનની રજુઆત

માછીમારોની આજીવિકા,વૃદ્ધ અને વિધવા પેનશન, અન્ન સુરક્ષા કાયદોના અમલનો અભાવ,ગામડાના આરોગ્ય સહિતના પ્રશ્નો ઉકેલવાની માંગ કરી

મોરબી : માળીયા મિયાણા તાલુકાના વિવિધ પ્રશ્ને મહિલા શક્તિ સંગઠને મામલતદારને રજુઆત કરી છે. માછીમારોની આજીવિકા, વૃધ્ધ અને વિધવા પેનશન, અન્ન સુરક્ષા કાયદોના અમલનો અભાવ,ગામડાઓના આરોગ્ય તથા આગડવાડીની અનિયમિતતા સહિતના પ્રશ્નો ઉકેલવાની માંગ કરી છે.

માળીયા મહિલા શક્તિ સંગઠનએ માળીયાના મામલતદારને રજૂઆય કરી હતી કે, સરકારની સામાજિક સિરક્ષા યોજના હેઠળ વૃધ્ધ અને વિધવા પેનશન અટકાવવામાં આવ્યા છે. ઘણા પેનશનરોને અનિયમિત પેનશન મળે છે.તેથી પેનશનરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.તેમજ રાજ્યના અન્ન સુરક્ષા કાયદો હેઠળ પીડીએસ વ્યવસ્થા, આગડવાડી યોજના અંતર્ગત માળીયા વિસ્તરના લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળતો નથી.લાભાર્થીઓને અન્ન પુરવઠો વારંવાર અનિયમિત મળતો હોવાથી ભારે મુશ્કેલી પડી રહી છે. માળીયાના દરિયાકાંઠાના વિસ્તારમાં વસવાટ કરતા માછીમારોના કાંઠાઓનો કોસ્ટલ રેજીલેશન ઝોનમાં સમાવેશ કરવામા આવ્યો નથી તેથી માછીમારોની આજીવિકા છીનવાઈ જશે.જ્યારે માળીયા તાલુકો ગરીબ તાલુકો છે.માળીયાના લોકો માટે મુખ્યત્વે મીઠાના અગરિયા અને માછીમારી એ બે જ વ્યવસાય છે.પરંતુ આ પરંપરાગત વ્યવસાયમાં સરકારની અણઘડ નીતિને કારણે લોકોની આજીવિકા મુશ્કેલીમાં મુકાય ગઈ છે.બીજી બાજી માળીયાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે વેણાસર વર્ષોમેડી અને ખીરસરામાં આરોગ્યના સબ સેન્ટરો બેધ હોવાથી આ ગામના લોકોનો મોરબી સુધી આરોગ્ય સેવા માટે ધક્કા કરવા પડે છે.તેથી તેમને આ તમામ પ્રશ્નો ઉકેલવાની માંગ કરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news