મોરબી જિલ્લામાં લોકસભાની ચૂંટણી સંદર્ભે ૫૦૭૦ શખ્સો સામે અટકાયતી પગલા લેવાયા

- text


લોકસભાની ચૂંટણી શાંતિપૂર્વક વાતાવરણમાં યોજાઈ તે માટે જિલ્લા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી : ૩૪ શખ્સોની પાસા હેઠળ અટકાયત : ૫ ઈસમોને તડીપાર કરાયા

મોરબી : મોરબી જિલ્લામાં આગામી સમયમાં યોજાનર લોકસભાની ચૂંટણી શાંતિપૂર્વક વાતાવરણમાં થાય તે માટે સમગ્ર જિલ્લા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને 5070 શખ્સો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા.તેમજ 34 શખસોની પાસ હેઠળ અટકાયત કરવામાં આવી હતી અને પાંચ ઈસમોને તડીપાર કરવામાં આવ્યા હતા.

મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા સહિત જિલ્લા પોલીસ દ્વારા આગામી લોકસભાની ચૂંટણી શાંતિપૂર્વક અને ભયમુક્ત વાતાવરણમાં યોજાઈ તે માટે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં લોકસભાની ચૂંટણી પૂર્વે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને મતદારો સુરક્ષા મહેસુસ કરી શકે તે માટે માથાભારે શખ્સો, અસામાજિક તત્વો અને પ્રોહીબિશન સહિતના ગુનામાં સંડોવાયેલા હોય તેવા કુલ 5070 શખ્સો સમે અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા.તેમજ પાસા હેઠળ 34 શખ્સોની અટકાયત કરવામાં આવી હતી અને 5 શખ્સોને તડીપાર કરવામાં આવ્યા હતા.

- text

તે ઉપરાંત કુલ દારૂના ગુનામાં 537 બુટલેગરની અટકાયત કરાઈ હતી.જેમાં ઈંગ્લીશ દારૂની 4246 બીટલો કિંમત રૂ.11.71 લાખ અને દેશી દારૂ લીટર 2515 કિંમત રૂ.50300 હજારનો મુદામાલ કબજે કર્યો હતો.અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા માટે રાઉન્ડ ધી ક્લોક અલગ અલગ જગ્યાએ 13 ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે.ચૂંટણી ખર્ચ પર અંકુધ રાખવા કલેકટરના સંકલનમાં 9 એસ.એસ.ટી. કાર્યરત કરવામાં આવી છે. આ ટીમો દ્વારા નિર્ધારિત સ્થળોએ વાહન ચેકિંગ કરી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષ અને ઉમેદવાર દ્વારા મતદારોને પ્રભાવિત કરવા માટે રોકડ કે ભેટ વસ્તુઓ તથા માદક દ્રવ્યોની હેરફેર પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.જેમાં એફ.એસ.ટી.ટીમ દ્વારા કુલ રૂ.2.39 લાખની શંકાસ્પદ રોડક જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત મોરબીની સમગ્ર જિલ્લા પોલીસ દ્વારા ચૂંટણીની તમામ કામગીરી પર બાજ નજર રાખવામાં આવી રહી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text