મોરબી તાલુકા પોલીસના ચોરીના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

- text


 

મોરબી : મોરબી તાલુકા પોલીસ મથકના ચોરીના ગુનામાં ફરાર આરોપીને એસઓજીની ટીમે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસ મથકના ચોરીના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપી પંકજ બાબુલાલ બામણિયા ઉ.વ. ૨૯ને એસઓજીની ટીમે જેલ ચોકમાંથી પકડી પાડ્યો છે. એસઓજીની ટીમે આરોપીને તાલુકા પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text