કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા પાસે રૂ. ૮.૫૯ કરોડની સંપત્તિ

- text


જાહેર સભા સંબોધી રાજકોટ લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવતા લલિત કગથરા : ધારાસભ્ય મેરજા, પિરઝાદા અને જિલ્લા પંચાયત પ્રમુખ ચીખલિયાની હાજરી


મોરબી : રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ આજે રાજકોટ ખાતે જાહેર સભા યોજીને જિલ્લા કલેકટર સમક્ષ નામાંકન પત્ર નોંધીને ઉમેદવારી નોંધાવી હતી. નામાંકન પત્રમા તેઓએ રૂ. ૮.૫૯ કરોડની સંપત્તિ દર્શાવી છે.

રાજકોટ લોકસભા બેઠક પર આજે કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ શનાળા ગામે શક્તિ માતાના દર્શન કરીને રાજકોટ જિલ્લા કલેકટર કચેરીએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ પૂર્વે તેઓએ બહુમાળી ભવન નજીક જાહેર સભા પણ સંબોધી હતી. આ તકે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને વાંકાનેરના ધારાસભ્ય પીરઝાદા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- text

લલિતભાઈ કગથરાએ ઉમેદવારી ફોર્મમાં દર્શાવ્યું હતું કે તેઓના ઉપર બે ગુના નોંધાયેલ છે. તેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્નાતકની ડીગ્રી મેળવી છે. સાથે તેઓએ રૂ. ૮.૫૯ કરોડની સંપત્તિ દર્શાવી હતી . જેમાં રૂ. ૧૫.૬૬ લાખની ૪ જગ્યાએ ખેતીની જમીન, રૂ.૧.૦૨ લાખનું સોનુ, રૂ. ૭.૫૦ થી ૧૦ લાખનું રિટર્ન, રૂ.૭.૯૮ કરોડનું દેણુ, રૂ. ૮.૮૪ કરોડનું લેણુ, રૂ. ૧.૧૩ લાખની કાર, રૂ. ૧.૫૮ કરોડનું કંપની, શેર , મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનો સમાવેશ થાય છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text