માળિયામા વૃધ્ધા ઉપર બળાત્કાર ગુજારનાર આરોપીને ૭ વર્ષની કેદ

- text


વર્ષ ૨૦૧૬ના કેસમાં મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટનો ચુકાદો

મોરબી : માળીયામા ૭૦ વર્ષની વૃધ્ધા પર બળાત્કારનો કેસ આજે મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને ૭ વર્ષની કેદ અને રૂ. ૭ હજારનો દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની મળતી વિગત મુજબ ૧૪ ઓક્ટોબરના રોજ માળીયામાં રહેતા ૭૦ વર્ષમાં વૃધ્ધા ઘરે એકલા હતા તે વેળાએ જેન્તી મનજી બારોટ ઉ.વ. ૪૫એ દારૂ પીને ત્યાં ધસી આવી વૃધ્ધા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે વૃધ્ધાના પુત્રવધુએ માળિયા પોલિસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ કેસ આજે મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી જતા કોર્ટે કલમ ૩૭૬ અને ૪૫૨ને ધ્યાને લઈને આરોપીને ૭ વર્ષની કેદ અને રૂ. ૭ હજારની સજા ફટકારી છે. જો રૂ. ૭ હજાર દંડ ભરવામાં ન આવે તો વધુ ૬ માસની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ સંજય સી. દવે રોકાયેલા હતા.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text