મોરબી પાલિકા દ્વારા કરવેરા પેટે રૂ.15.76 કરોડની જંગી વસૂલાત કરાઈ

- text


ગતવર્ષ કરતા કરવેરાની 20.15 ટકા વધુ વસૂલાત : પાલિકાએ કમર કસી અને લોકોએ ઉત્સાહ દાખવતા કરવેરાની વસુલતનો 72.49 ટકા ટાર્ગેટ પૂર્ણ

મોરબી : મોરબી નગરપાલિકાએ વર્ષ 2018-19ના કરવેરાની વસુલતમાં કમર કસતા પાલિકાને કરવેરા પેટે કુલ રૂ.15.76 કરોડ જેવી જંગી રકમની આવક થઈ છે.જોકે ગતવર્ષ કરતા પાલિકાને આ વર્ષ કરવેરા પેટે 20.15 ટકા રકમની વધુ વસૂલાત થઈ છે.જોકે માર્ચ એન્ડીગ સુધીમાં ટાર્ગેટ પૂર્ણ કરવા પાલિકાના ટેક્સ વિભાગે કમર કસી અને લોકોએ પણ ઉત્સાહ દેખાડતા કરવેરાનો 72.49 ટકા જેવો ટાર્ગેટ પૂર્ણ થયો છે.

મોરબી નગરપાલિકાના ટેક્સ વિભાગે આ વખતે કરવેરાની વસુલતમાં સરાહનીય કામગીરી કરી છે.જેના કારણે પાલિકાને ગતવર્ષ કરતા ટેક્સ પેટે વધુ સારી આવક થઈ છે.પાલિકાના ટેક્સ વિભાગે શરૂઆતથી કરવેરાના લક્ષયાકને નજર સામે રાખીને આયોજનબદ્ધ રીતે કરવેરાની ઉઘરાણી કરવાની અસરકારક કામગીરી કરી હતી.માર્ચ એન્ડીગનો સમય નજીક આવતા જ ટેક્સ વિભાગે વધુ કમર કસી હતી અને લોકોને કરવેરા ભરવા માટે જાગૃત કરવા જનજાગૃતિ ચલાવી હતી.

- text

જોકે લોકોએ પણ કરવેરા ભરવામાં ભારે ઉત્સાહ દાખવ્યો હતો.નોટિસ મળતાની સાથે જ લોકોએ પાલિકામાં જઈને કરવેરા ભર્યા હતા.આ વખતે સૌથી વધુ નોંધનીય બાબત એ છે કે, લોકોના ઉત્સાહના કારણે એક પણ મિલકત જપ્તી થઈ નથી.આ માટે પાલિકાને નોટિસ પણ ઇસ્યુ કરવી પડી ન હતી.ટેક્સ વિભાગની સારી કામગીરી અને લોકોના ઉત્સાહને કારણે પાલિકાને કરવેરા પેટે આજ સુધીમાં 15.76 કરોડની જંગી આવક થઈ છે.ગતવર્ષે કરવેરા પેટે 52.34 ટકા જેવી રકમની વસૂલાત થઈ હતી.આ વખતે 72.49 ટકા રકમની વસૂલાત થઈ છે.જે ગતવર્ષ કરતા 20.15 ટકા વધુ છે.ત્યારે જાગૃત નાગરિકોએ એવો સવાલ ઉઠાવ્યો છે.કે, લોકોએ તો કરવેરા ભરવામાં પોતાની નાગરિક તરીકેની ફરજ બજાવી છે.ત્યારે પાલિકા તંત્રની પણ ફરજ બની રહે છે કે કરવેરા ભરતા લોકોને પ્રાથમિક સુવિધાઓ નિષ્ઠાપૂર્વક આપવી જોઈએ હમણાંથી ગંદકી અને પાણી પ્રશ્ન સહિતની સમસ્યાઓ વધી રહી છે.ત્યારે પાલિકા કરવેરા વસુલવામાં જે ઉત્સાહ દાખવ્યો તેવો જ ઉત્સાહ લોકપ્રશ્નો ઉકેલવામાં દાખવશે ખરી ?

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text