મોરબી અપડેટ એપ્લિકેશન દ્વારા શરૂ કરાયો મોરબીનો પોતાનો રેડીઓ

- text


મોરબી અપડેટને વાંચકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ : બે વર્ષમાં ૨૦ લાખ યુઝર્સે બે કરોડ વખત મોરબી અપડેટ વિઝીટ કર્યું

મોરબી અપડેટ સાથે જોડાયા ૨૦ લાખ લોકો : વેબસાઇટ,વોટ્સએપ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર, ટેલિગ્રામ, સહિતની સોશિયલ સાઇટસના માધ્યમથી લોકોએ મોરબી અપડેટને પોતીકું માન્યું : આજે જ નવા રૂપરંગ અને રેડિયો સહિતના નવા ફીચર સાથેની મોરબી અપડેટની એપ્લિકેશન અપડેટ અથવા ડાઉનલોડ કરો

મોરબી : મોરબી જિલ્લાની પળે પળની હલચલ વાંચકો સુધી પળવારમાં પહોંચાડી વાંચકોના દિલોદિમાગ પર છવાઈ ગયેલ મોરબી અપડેટ સફળતાનાં બે વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. વાચકોના અભૂતપૂર્વ પ્રેમ અને લાગણીને કારણે આજે મોરબી અપડેટ સાથે ૨૦ લાખ વાંચકો જોડાયા છે અને બે વર્ષમાં બે કરોડથી વધુ વખત વાંચકોએ સાઈટ વિઝીટ કરી છે તેમજ 75 હજારથી વધુ મોરબીવાસીઓ મોરબી અપડેટની એપ્લિકેશન વાપરી રહ્યા છે. ત્યારે હવે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ એપ્લિકેશન દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી રેડિયો. ત્યારે ખાસ મોરબી જિલ્લાના વાંચકો માટે નવા રૂપરંગ અને રેડિયો સહિતના નવા ફીચર સાથે મોરબી અપડેટ એપ્લિકેશન નવા રૂપરંગ સાથે હાજર છે. નવા ફિચર્સ સાથેની એપ અપડેટ કરતા જ લોકો મોરબી અપડેટનું નવા નજરાણાં રૂપે એપ રેડિયો અને વિડીયો ન્યૂઝ પણ એક જ ક્લિકથી મેળવી શકશે ઉપરાંત વાચકો પોતાની પસંદગી અનુસાર સાઇટ – એપ્લીકેશનનો વ્યૂહ, લૂક પણ ચેન્જ કરી શકશે.

જ્યાં – જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત ઉક્તિની જેમ જ જ્યા – જ્યા વસે મોરબીયન્સ ત્યાં મોરબી અપડેટની નવી ઉક્તિ સાથે છેલ્લા બે વર્ષમાં મોરબી અપડેટ ન્યૂઝ એપ્લિકેશન અને વેબ સાઈટને દેશ – વિદેશમાં વસવાટ કરતા બહોળા વાંચક વર્ગ દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ આપવામાં આવતા વાંચકરાજા માટે મોરબી અપડેટ નવા રંગરૂપમાં સજ્જ બનીને આવ્યું છે, આપ મોરબી અપડેટ એપ્લિકેશન યુઝ કરતા હો તો પ્લે સ્ટોર ઉપર એપ અપડેટ કરતા જ વિડીયો ન્યૂઝ, ફેસબુક લાઈવ અને એપ રેડીયોના નવા ફીચરનો લુત્ફ ઉઠાવી શકો છો.

ટાઈમ અને ટાઇલ્સની નગરી મોરબી વૈશ્વિક સ્તરે સિરામિક અને એજ્યુકેશન હબ બનવા તરફ આગળ ધપી રહી છે ત્યારે મોરબીના વિકાસને માત્ર ગુજરાત કે ભારત પૂરતો જ સિમિત ન રાખતા સમગ્ર વિશ્વના ખૂણે – ખૂણે મોરબી જિલ્લાની પળે-પળની હલચલ અપડેટ કરવા વર્ષ ૨૦૧૭માં મોરબી અપડેટની શુભ શરૂઆત થઈ અને તટસ્થ સમાચાર અને સટીક અહેવાલો આપવાનો ટીમ મોરબી અપડેટનો દ્રઢ સંકલ્પ બે વર્ષમાં એવો તે રંગ લાવ્યો કે ફક્ત ને ફક્ત મોરબી શહેર જિલ્લાના સમાચાર જ પ્રસિદ્ધ કરવા છતાં આજે સમગ્ર વિશ્વમાં વસતા મોરબીવાસીઓ માટે મોરબી અપડેટનું વાંચન એક આદત સાથે નિત્યક્રમમાં વણાઈ ગયું છે.

- text

સમગ્ર વિશ્વમાં વસવાટ કરતા મોરબીના પ્રજાજનોને અપ્રિતમ સ્નેહ થકી આજે મોરબી અપડેટ પોતાની વેબસાઈટ ઉપરાંત એપ્લિકેશન તથા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી વાચકો સુધી તટસ્થ, નિર્ભિક, અને સચોટ અહેવાલો પહોંચાડી વિશ્વસનીયતાનું પ્રતિક બન્યું છે, પ્રજાજનોની સાથે – સાથે પ્રજાસેવકો અને અમલદારો પણ ટીમ મોરબી અપડેટ દ્વારા પ્રકાશિત થતા અહેવાલોની નોંધ લઈ પ્રજાલક્ષી જવાબદારી નિભાવી રહ્યા છે જે વાચકો અને મોરબી અપડેટ માટે ગર્વની બાબત છે.

છેલ્લા બે વર્ષમાં મોરબી અપડેટે વાંચકોના અપાર સ્નેહને કારણે અકલ્પનિય સફળતા મેળવી છે આ વિગતો આંકડા સાથે જોઈએ તો ૨૪ એપ્રિલ ૨૦૧૭ના રોજ શુભ શરૂઆત બાદ બે વર્ષના સમયગાળામાં ૨૦ લાખ યુઝર્સ દ્વારા ૨ કરોડ વખત મોરબી અપડેટ સાઇટ્સની વિઝીટ કરવામાં આવી છે તે જોતા મોરબી અપડેટ સાઇટ પર દરરોજ લાખોની સંખ્યામાં વાંચકો પોતાને મનગમતા માહિતીસભર અહેવાલ વાંચી રહ્યા છે.

એ જ રીતે મોરબી અપડેટના ફેસબુક પેઈજ ઉપર ૯૧ હજારથી વધુ ફોલોઅર્સ મોરબી શહેર અને જિલ્લાની પળે- પળની હલચલની જાણકારી મેળવવાની સાથે – સાથે ન્યૂઝ, ફિચરને લાઇક કરવા ઉપરાંત પોતાનો અંગત અભિપ્રાય પણ આપી રહયા છે, આ ઉપરાંત મોરબી અપડેટ ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને વોટ્સએપના માધ્યમથી પણ સમાચાર આપી રહ્યું છે અને તમામ સોશિયલ મીડિયામાં પણ એટલો જ મોટો વાચક વર્ગ ધરાવે છે. ઉપરાંત મોરબી અપડેટની યુ ટ્યુબ ચેનલ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવતા તમામ વિડીયો ન્યૂઝ પણ વાચકોમાં પ્રિય બની રહ્યા છે.

ત્યારે મોરબીવાસીઓ માટે ખુશીની વાત તો એ છે કે મોરબીમાં ડિજિટલ ન્યૂઝની દુનિયામાં ક્રાંતિકારી પહેલ કરનાર અને મોરબીની પ્રથમ અને એકમાત્ર લોકલ સમાચારો આપતી મોરબી અપડેટ એપ્લિકેશન દ્વારા યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી મોરબીયન્સ માટે ખાસ એપ રેડિયો પણ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં સ્થાનિક વિષયોની સાથે દિવસભર અવિરત કર્ણપ્રિય ગીતસંગીત પીરસવા ઉપરાંત પ્રોફેશનલ રેડીયોજૉકીના સથવારે વ્યક્તિ વિશેષની મુલાકાત અને સાહિત્યનો ખજાનો પણ રજૂ કરવામાં આવી રહ્યો છે.

મિત્રો મોરબી અપડેટ દ્વારા શરૂ કરાયેલો મોરબી રેડીઓએ એક એપ્લિકેશન રેડીઓ છે. જે આપ મોરબી અપડેટની એપ્લિકેશન દ્વારા સાંભળી શકો છો.
વૈશ્વિક સમાચારતો કોઈ પણ માધ્યમથી મળે છે પરંતુ મોરબી શહેર અને જિલ્લાના સ્થાનિક સમાચારો અને અવનવી વાતો જાણવા મોરબી અપડેટ એકમાત્ર વિકલ્પ બન્યું છે. ત્યારે આવો આજે Morbi Update ની નવા રૂપરંગ અને રેડિયો સાથેના નવા ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરો અને મોરબી જિલ્લાની પળે પળની હલચલની સાથે સાંભળતા રહો મોરબી રેડીઓ..

હાલ મોરબી અપડેટની એપ્લિકેશન એન્ડ્રોઇડ પ્લે સ્ટોર પર ઉપ્લબલ્ધ છે અને ટૂંક જ સમયમાં મોરબી અપડેટની એપ્લિકેશન એપલ આઈફોન સ્ટોરમાં પણ ઉપલબ્ધ બનશે.

નવા રૂપરંગ અને રેડિયો સહિતના નવા ફીચર સાથેની મોરબી અપડેટની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લીક કરો :

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text