મોરબી : તપોવન વિદ્યાલયમા રિયલ સ્ટાર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

- text


૨૫૦ બાળકોનું સન્માન કરાયુ : ૪૦૦ વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી

મોરબી : મોરબીના જેતપરમા આવેલ તપોવન વિદ્યાલય ખાતે આજે રિયલ સ્ટાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાળકોની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થઈ હતી. સાથે બાળકોને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં શાળાના ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓએ શૈક્ષણિક, સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક અને રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરતા તેઓનું શિલ્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ૨૦ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ તકે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીતુભાઇ વડસોલા, નિલેશભાઈ કુંડારિયા, મહેશભાઈ રાદડિયા, નિલેશભાઈ અઘારા, નવનિતભાઈ કાસુન્દ્રા, યોગેશભાઈ ઘેટિયા, ટી. ટી. રૈયાણી, હરદાસભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શૈલેષભાઇ રાવલ, નિષાબેન રાઠોડ, ક્રિષ્નાબેન, વાસુરભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યુ હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text