મોરબી : મીડિયા વિરુદ્ધ અભદ્ર ભાષા પ્રયોગ કરવાના ગુન્હામાં પાસના આગેવાન નિલેશ એરવાડિયાની ધરપકડ

- text


મોરબી : મીડિયા વિરુદ્ધ અભદ્ર ભાષા પ્રયોગ કરવાના ગુનામાં પાસના આગેવાન નિલેશ એરવાડિયાની ધરપકડ થતા ચકચાર મચી ગઇ છે. એરવાડિયાની ધરપકડ બાદ કોર્ટે દોઢ દિવસના રિમાન્ડ મંજુર કરતા આરોપીને રિમાન્ડ પર લેવાયો છે.

આ બનાવની વધુ વિગત જોઈએ તો દોઢેક વરસ પહેલાં નિલેશે મીડિયાને બેફામ ગાળો ભાંડી હતી જે મામલે ફરિયાદ થતા તેણે હાઇકોર્ટના આગોતરા જામીન મેળવ્યા હતા. બનાવના દોઢ વર્ષ પછી એરવાડિયાની ધરપકડ કરવામાં આવી છે.

બી ડિવિઝન પોલીસ મથકમાં મોરબીના પત્રકાર અતુલ જોશીએ દોઢ વર્ષ પહેલાં આ બારામાં ફરિયાદ નોંધાવી હતી. મોરબી મીડિયા ગ્રુપ દ્વારા ઓડિયો ક્લિપના પુરાવા રજૂ કરાયા હતા તેનો આધાર લઈ ફરિયાદ નોંધાવાઈ હતી. ફરિયાદ નોંધાયા બાદ નિલેશે હાઇકોર્ટમાંથી ધરપકડ સામે આગોતરા જામીન મેળવ્યા હતા. તેનો
મોબાઈલ કબજે કરી એફ.એસ.એલમાં મોકલાયો હતો.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

 

- text