મોરબીના શનાળા ગામે શક્તિ માતાજીના દર્શન કરી મોહન કુંડરિયા રાજકોટમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે રવાના થયા

- text


મોરબી : સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ માં મહત્વ ની કહી શકાય તેવી રાજકોટ લોકસભા મત વિસ્તાર પર સૌની નજર છે ત્યારે અહીંથી માજી કેન્દ્રીય કૃષિ મઁત્રી અને રાજકોટ ના સાંસદ મોહનભાઇ કુંડારીયાને ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે પુનઃ રિપીટ કર્યા છે. ત્યારે આજે રાજકોટ લોકસભા મતવિસ્તાર માંથી પોતાનું નામાંકન પત્ર ભરવા જઈ રહેલ મોહનભાઇ કુંડારીયાએ પોતાની શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્રબિંદુ સમાન મોરબી થી 30 કિલોમીટર જેટલા અંતરે આવેલ પોતાના વતન ઉંચી માંડલ નજીક ધારેશ્વર મહાદેવ મન્દિરે મહાદેવજી ની વહેલી સવારે પૂજન અર્ચના આરાધના સાથે દર્શન કરી ધારેશ્વર દાદા ના આશીર્વચન લઇ મોરબી પાસે ના શકત શનાળા ગામે આવેલ સુપ્રસિદ્ધ શક્તિ માતા ને શીશ નમાવી રાજકોટ પોતાનું નામાંકન પત્રક ભરવા રવાના થયા છે

- text

સાંસદ મોહનભાઇ કુંડારીયાએ પોતાની જીત પોતાના કાર્યકરો અને પાર્ટી ના વફાદાર પરિવાર ના સદસ્યો સહીત સમગ્ર રાજકોટવાસીઓ અને જિલ્લાના તમામ પ્રતિનિધિઓના સહકાર સાથે પોતાની જીત સુનિશ્ચિત હોવાનું જણાવતા માજીકેન્દ્રીય મંત્રી અને રાજકોટના સંસદ મોહનભાઇ કુંડારીયાએ વધુ માં જણાવેલ કે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીના વડપણમાં આજે વિજય મુહર્તમાં રાજકોટ થી પોતાનું નામાનાંકન પત્રક ભરી રહ્યા છે ત્યારે સમગ્ર રાજકોટ જિલ્લા ના પોતાના આપ્તજન પરિવાર સમા તમામ મતદારોનો પરિવારના સદસ્ય માની અનેરા ઉત્સાહ ઉમઁગ સાથે મારી સાથે છે તેમજ ગત ચૂંટણીમાં મારી સામે હતા તેવા કુંવરજીવભાઈ બાવળીયા પણ આ વખતે અમારી સાથે છે ત્યારે અમારી જીત વધુ સારી રીતે ગત ટર્મ કરતા પણ વધુ ત્રણ લાખ જેટલા મત સાથે જીત મેળવિશુ તેવો આશાવાદ વ્યક્ત કરેલ. તેમજ અમારા અને પાર્ટીના કાર્યકરોની પરિવાર ભાવના અને દેશના સુકાની નરેન્દ્રભાઈ ના વડપણ માં રાજકોટ સીટ સહીત સમગ્ર ગુજરાત અને દેશ માં ફરી વધુ એકવાર ભારતીય જનતા પાર્ટી પુનઃ સત્તા હાંસલ કરી નૂતન ભારતના નવનિર્માણ માં પ્રધાન મઁત્રી નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરશે તેમા કોઈ બે મત નહીં હોવાનું જણાવ્યુ હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text