મોરબીના લાયન્સનગરમાં તંત્રની ડાંડાઈથી પાણી પ્રશ્ન ઠેરનો ઠેર

- text


પાલિકામાં અનેક રજૂઆતો અને બબ્બે વખત મોરચા માંડવા છતાંય તંત્ર ઉઠા જ ભણાવતું હોવાથી સ્થાનિકોમાં ઉગ્રરોષ : અંતે કલેકટરને રજુઆત

મોરબી : મોરબીના છેવાડાના વિસ્તાર લાયન્સનગરમાં છેલ્લા એક માસથી પીવાના પાણીની કૃત્રિમ અછત સર્જાય હોવાથી સ્થાનિક રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.જોકે આ વિસ્તારના પાણી પ્રશ્ને પાલિકામાં અનેક રજૂઆતો અને બબ્બે વખત મોરચા માંડવા છતાંય તંત્ર સતત ઉઠા ભણાવતું હોવાથી સ્થાનિક રહીશોમાં ઉગ્રરોષ વ્યાપી ગયો છે.આથી સ્થાનિક રહીશોએ કલેકટરને રજુઆત કરી આ પાણી પ્રશ્ન ઉકેલવાની માંગ કરી છે.

મોરબીના શનાળા બાયપાસ પર આવેલા લાયન્સનગરના સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી કે, લાયન્સનગર અને તેની આજુબાજુના વિસ્તારો ફિદાઈપાર્ક, દેવીપૂજકવાસ, આનંદનગર,દલિતવાસમાં છેલ્લા એક મહિનાથી પીવાના પાણીનો ગંભીર પ્રશ્ન છે.સાથોસાથ સ્ટ્રીટ લાઈટ અને ભૂગર્ભ ગટર ઉભરવાની સમસ્યાઓ પણ વકરી છે.જોકે ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થતાની સાથે આ છેવાડાના વિસ્તારોમાં પાણીનો પોકાર ઉઠ્યો છે.જ્યારે બાજુના વિસ્તાર ગોકુલનગરમાં ધમધોકાર પાણી આવે છે.ત્યારે તેને અડીને આવેલા લાયન્સનગરમાં પાણી કેમ આવતું નથી? તંત્ર આ વિસ્તારના પાણી પ્રશ્ને ઓરમાયું વર્તન દાખવતું હોવાથી આજની તારીખે આ વિસ્તારની 70 ટકા પ્રજા પાણી માટે વલખા મારી રહી છે.આ વિસ્તારની પ્રાથમીક શાળાના બાળકોને પણ પીવાનું પાણી મળતું નથી અને મહિલાઓને ધોમધખતા તાપમાં એક બેડા પાણી માટે દરબદર ભટકવું પડે છે.એકંદરે પાણી ન આવતા આ વિસ્તારોની હાલત બહુ જ નાજુક છે. જોકે પાણી પ્રશ્ને પાલિકા તંત્રને અનેક વખત રજુઆત કરી છે.તેમજ થોડા દિવસો અગાઉ બે વખત પાલિકા કચેરીમાં મોરચા પણ માંડ્યા હતા.પણ પાલિકા તંત્ર દરેક વખત માત્ર કોણીએ ગોળ ચોપડતું હોવાથી આ વિસ્તારોની પાણી પ્રશ્નની હાલાકી યથાવત રહી છે.તેમજ રજુઆત વખતે પાલિકા ચીફ ઓફિસર હાજર જ ન હોતા હોવાથી તેમના પાણી પ્રશ્નો ઉકેલ આવતો નથી. આથી પાણી પ્રશ્ને અંતે કલેકટરને રજુઆત કરી આ પશ્ન ઉકેલવા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text

એક બાજુ પાણીની મોકાણ તો બીજી બાજુ બેફામ વેડફાટ

મોરબી પાલિકાની પાણી પ્રશ્નેની લાપરવાહી જગજાહેર છે. હાલ શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણીની મોકાણ છે. ત્યારે મહેન્દ્રપરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીનું વિતરણ સવારે ૩ થી ૬ સુધી કરવામાં આવે છે. આ સમય પ્રતિકૂળ ન હોય લોકો પોતાના નળ ખુલ્લા રાખીને સુઈ જાય છે. પરિણામે સવારે ટાંકા છલકાઈ ગયા બાદ રોડ રસ્તા પણ પાણી રેલમછેલ થતું નજરે પડે છે. જો કે આ મુદ્દે આઠ મહિના પૂર્વે સામાજિક કાર્યકર જીતુભાઈ ઠક્કરે ચીફ ઓફિસરને રજુઆત કરી હતી. પરંતુ હજુ સુધી પાલિકાએ કોઈ પગલાં લીધા ન હોવાથી દરરોજ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. કમનસીબે આ વિસ્તારમાં પાણીનો વ્યય થાય છે. જ્યારે અન્ય વિસ્તારોમાં લોકોને પાણી માટે વલખા મારીને પાલિકા કચેરીએ મોરચા કાઢવાની ફરજ પડે છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text