મોરબીમાં ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી પડતા જનજીવન આકુળ-વ્યાકુળ

- text


માર્ચ મહિનામાં જ તાપમાન 41 ડિગ્રીએ પહોંચી જતા લોકો પરસેવે રેબઝેબ : સતત અગન લુ ફૂંકાતા બપોરે સ્વંયભુ સંચારબદી જેવો માહોલ : તપથી બચવા લોકો ઠંડા પીણાંના સહારે

મોરબી : મોરબીમાં ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી પડવા લાગતા જનજીવન આકુળ-વ્યાકુળ થઈ ગયુ છે.આકાશમાંથી સતત અગન લુ વરસતા બપોરે તો કરફ્યુ જેવો માહોલ સર્જાય છે.જોકે માર્ચ મહિનામાં જ તાપમાન 41 ડિગ્રીએ પહોંચી જતા આ વખતે ઉનાળો મધ્યમાં કેવી ભયકર ગરમી વરસાવશે તેનો અંદાજ લગાવી શકાય છે.જોકે સખત ગરમીથી બચવા લોકો નિતનવા નુસખા અજમાવી રહ્યા છે અને મોટાભાગના લોકો ઠંડા પીણાનો સહારો લીધો છે.

મોરબીમાં આ વખતે ઉનાળાની શરૂઆત જ પ્રભાવી રહી છે.માહ મહિના અંતિમ દિવસોમાં ધીરેધીરે ગરમીની શરૂઆત થઈ ગઈ હતી અને તેમાંય હોળી ધુળેટી પછી ઉનાળાએ રંગ પકડ્યો હતો.હવે માર્ચ મહિના અંતિમ દિવસોમા જ કાળઝાળ ગરમી પડવા લાગી છે અને તાપમામ 41 ડીગ્રીને અબી ગયું છે.જોકે માર્ચ મહિનામાં જ ઉનાળાએ કાળઝાળ ગરમીની ઇનિંગ શરૂ કરી દેતા હવે ઉનાળાની મધ્યની સીઝનમાં ગરમી કેટલી ખતરનાક પડશે તેનો અંદાજ લગાવી શકાય છે.જોકે ઉનાળાની શરૂઆતમાં ધોમધખતો તાપ પડ્યા લાગ્યો છે.જાણે ચેત્ર મહિનો હોય તેવી આકાશમાંથી અગન લુ વરસી રહી છે.આથી બપોર બાદ લોકો ભાગ્યે જ ઘરની બહાર નીકળતા હોવાથી મોટાભાગના માર્ગો અને બજારો સુમસામ ભાસી રહ્યા છે.કામ અર્થે બપોરે નીકળવાનું થાય તો લોકો માથે ટોપી અને મોઢે રૂમાલ બાંધીને નીકળે છે.જ્યારે મોટાભાગની યુવતીઓ ગરમ તપથી બચવા મોઢે દુપટો બાંધીને નીકળે છે.એકંદરે ઉનાળાએ કાળઝાળ ગરમીથી ધમાકેદાર શરૂઆત કરતા સમગ્ર જનજીવન ત્રસ્ત બની ગયું છે.અને સખત ગરમીથી રક્ષણ મેળવવા લોકો ઠંડા પીણાંના સહારે આવી ગયા છે.

- text

ઉનાળાના પ્રારંભે જ શહેરમાં ઠેક ઠેકાણે શેરડીના ચિચોળા ધમધમવા લાગ્યા છે.ઠેરઠેર આવેલા શેરડીના ચિચોડા પાસે લોકોની ભીડ એકઠી થાય છે અને લોકો ધરતીની મીઠાશ શેરડીના અમૃત સમાન રસ પીને ગરમી સામે રક્ષણ મેળવી રહ્યા છે.આ ઉપરાંત શહેરમ ઠેરઠેર લિબુ શરબતની લારીઓ અને રસગોલાની લારીઓ ધમધમવા લાગી છે.લોકો ગરમ લુ થી બચવા લિબુ સરબત કે મસાલા યુક્ત લિબુ સોડાનું સેવન કરી રહ્યા છે.તેમજ મોડી સાંજે કે રાત્રે લોકો પરિવાર કે મિત્રો સાથે રસગોલા, વિવિધ પ્રકારના આઈસ્ક્રીમ અને ઠંડા પીણાંની લિજ્જત માણી રહ્યા છે.લોકો સાંજ પડે ત્યારે ઘરમાંથી બહાર નીકળી શહેરના હિલ સ્ટેશન જેવા સ્થળ મયુર પુલ પર ઉમટી પડીને કુદરતી ઠંડી હવાની મજા માણે છે. જ્યારે તબીબોએ લોકોને ગરમીથી બચવા ખાસ સલાહ સૂચનો આપ્યા છે કે ગરમીમાં નીકળતી વખતે માથે ખાસ ટોપી પહેરવી, લુ થી બચવા શરીરના તમામ અંગો વસ્ત્રોથી ઢાંકી રાખવા અને લિબુ સરબતનું સેવન કરવું તથા ગરમીમાં બહાર નીકળવું નહિ વગેરે સલાહો આપી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text