માળીયા નજીક એસટી બસમાંથી ૨૫ લાખના મુદ્દામાલ ભરેલો થેલો ચોરાયો

માળીયા (મી.) : રાજકોટ થી ભુજ જતી એસ.ટી. બસમાંથી આંગડિયા પેઢીનો 25 લાખ જેટલી મતાનો ભરેલો થેલો કોઈ ઉઠાવગીર હોટલ પર બસ ઉભી હતી ત્યારે ઉઠાંતરી કરી ગયાની ફરિયાદ નોંધાઇ છે.

પોલીસમાંથી પ્રાપ્ત બનાવની વિગત અનુસાર રાજકોટ થી ભુજ જતી એસ.ટીની બસમાં એચ.પ્રવિણકુમાર આંગડિયા પેઢીનો કર્મચારી ભુજ જવા માટે મુસાફરી કરી રહ્યો હતો. તે દરમ્યાન માળીયા નજીકની માધવ હોટલ પર બસનો હોલ્ટ હોવાથી મુસાફરો ચા પાણી પીવા બસમાંથી નીચે ઉતર્યા હતા. આ તકનો લાભ લઇ કોઈ જાણભેદુ આંગડિયા પેઢીનો થેલો લઈને બસમાંથી નીચે ઉતરી ગયો હતો. બસ ઉપડવા સમયે પેઢીના કર્મચારીને આ અંગે જાણ થતાં તે હાંફળો ફાફળો થઈ ગયો હતો. અને આ બનાવ અંગે પેઢીમાં જાણ કરી માળીયા પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવી હતી.

ઉઠાંતરી થયેલા થેલામાં સોના ચાંદીના ઘરેણાં હોવાનું જણાવવામાં આવ્યું છે. પેઢીના કર્મચારી રોહિતકુમાર ગૌસ્વામીની ફરિયાદ પરથી માળીયા.પો.સ્ટેના પી.આઈ. જે. ડી.ઝાલાએ હોટલ આસપાસ લાગેલા સી.સી.ટીવી ફૂટેજ તેમજ અન્ય બાબતોને આધારે તપાસ શરૂ કરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news