મોરબીમાં આધાર કાર્ડ કઢાવવા માટે લોકોને પડતી મુશ્કેલી યથાવત

- text


જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે કલેકટરને રજુઆત કરી આધારકાર્ડમાં પડતી હાલાકી નિવારવાની માંગ કરી

મોરબી : મોરબીમાં આધારકાર્ડ કઢાવવામાં શરૂઆતથી જ લોકોને મુશ્કેલી પડતી હોવાની અગાઉ અનેક વખત ફરિયાદ ઉઠી હતી.ત્યારે મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે લોકોને આધારકાર્ડ કઢાવવામાં ભારે મુશ્કેલી પડતી હોય આ અંગે કલેકટરને રજુઆત કરીને આ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવવાની માંગ કરી છે.

મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે, મોરબીમાં આધારકાર્ડ કઢાવવામાં લાંબા સમયથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.આધારકાર્ડના સેન્ટર ખાતે લોકો ધક્કા ખાઈ ખાઈને થાકી જાય છે.પણ આધારકાર્ડ નીકળતા નથી.એનું કારણ એ છે.ત્રણ મહિનાનું વેઈટીંગ લિસ્ટ બોલે છે.જોકે આધારકાર્ડ કઢાવવા માટે બેન્ક અને પોસ્ટ ઓફિસ જ્યાં કહે ત્યાં ધક્કા ખાઈ છે.પણ લોકોને મુશ્કેલી સિવાય કંઈ મળતું નથી.આધારકાર્ડ અગત્યના ડોક્યુમેન્ટ હોવાથી લોકોના અનેક કામો અટવાઈ રહ્યા છે.જ્યારે વિધાર્થીઓની પરીક્ષા પૂર્ણ થઈ અને હમણાં વેકેશન પણ પૂરું થઈ જશે.ત્યારે આગળ અભ્યાસ માટે વિધાર્થીઓને આધારકાર્ડ જરૂરી હોય પણ હાલ વેઈટીંગ લિસ્ટને કારણે આધરકાર્ડ નીકળતા ન હોવાથી વેકેશન પૂર્ણ થવાની સાથે વિધાર્થીઓની મુશેકેલીઓ વધશે.મોરબીમાં આધારકાર્ડ કઢાવવા માટે ત્રણ સેન્ટરો છે.પણ ત્યાં આજે આવજો અને કાલે આવજો તેવો જવાબ આપીને લોકોને પરેશાન કરાઈ છે.તેથી તેમણે કલેકટરને રજૂઆત કરી લોકોને તાત્કાલિક આધારકાર્ડ મળે તેવી વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text