મોરબી : વિદેશી દારૂના જથ્થા સાથે બી.ડીવી.પોલીસે બે ઇસમોને દબોચ્યા

- text


મોરબી : જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ બુટલેગરો માલનો સંગ્રહ કરવામાં પડ્યા છે ત્યારે પોલીસની તમામ બ્રાન્ચ પણ બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવવા મથતી હોય તેમ રોજબરોજ અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂ ઝડપી રહી છે. મોરબી સીટી બી.ડીવી.પોલીસ સ્ટાફે બે અલગ અલગ બનાવમાં ત્રાજપર ચોકડી પાસેથી રાત્રી પેટ્રોલિંગ દરમ્યાન બે ઇસમોને ઈંગ્લીશ દારૂની બોટલો સાથે દબોચી લીધા છે.

મોરબી સીટી.બી.ડીવી.ના પો.ઇન્સ. આઈ.એમ.કોંઢિયાના માર્ગદર્શન હેઠળ ત્રાજપર ચોકડી પાસે ચાલી રહેલા નાઈટ પેટ્રોલિંગ દરમ્યાન વિનોદ મૂળજી ગેડિયા
ઉં.વ. ૩૫, ધંધો. મજૂરી, મૂળ રહે. મહિકા, તા.વાંકાનેર, હાલ રહે. કુબેર ટોકીઝ પાછળ, ધાર ઉપર, મફતિયાપરામાં વાળાને મોટરસાયકલ નં. GJ 36 J 5040 કિંમત રૂ. 40000 સાથે 3 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. 900 સહિત કુલ 40900ના મુદ્દામાલ સાથે તેમજ હસમુખ ઉર્ફે મુન્નો નાનજી સારલા ઉં.વ.37 ધંધો મજૂરી, રહે. સિલ્વર પાર્ક સોસાયટી, મોરબી વાળાને 24 નંગ વિદેશી શરાબની બોટલ કિંમત રૂ. 7200 સાથે દબોચી લીધા છે. બન્ને ઇસમોની અટકાયત કરી આગળની કાર્યવાહી મોરબી બી.ડીવી.પો.સ્ટેના ઇન્સ. આઈ.એમ.કોંઢિયા ચલાવી રહ્યા છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text