મોરબી : ભગવાન રામના જન્મદિવસ નિમિતે શોભાયાત્રા નીકળશે

- text


અનેકવિધ હિન્દૂ સંગઠનો દ્વારા રામનવમી નિમિતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન

મોરબી : મોરબીમાં મર્યાદા પૂરુંષોત્તમ ભગવાન શ્રી રામના જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ત્યારે અનેકવિધ હિન્દૂ સંગઠનો દ્વારા રામનવમી નિમિતે ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

મોરબીમાં મર્યાદા પૂરુંષોત્તમ ભગવાન શ્રી રામના જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ત્યારે અનેકવિધ હિન્દૂ સંગઠનો દ્વારા રામનવમી નિમિતે ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે. ચૈત્ર સુદ નોમના દિવસે રામનવમીની ભવ્ય ઉજવણીના ભાગ રૂપે આવતી 14 એપ્રિલને રવિવારે મોરબીમાં નિકળનારી શોભાયાત્રાનો રૂટ નક્કી થતા જ એ માટેની તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

મોરબીના પચાસ જેટલા સર્વ હિન્દૂ સંગઠનો દ્વારા આ શોભાયાત્રા કાઢવામાં આવનાર છે ત્યારે આ અંગેનું આયોજન કરવા માટે તમામ હિન્દૂ સંગઠનોની એક બેઠક તાજેતરમાં મળી હતી. આ બેઠકમાં શોભાયાત્રાના રૂટને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. જે મુજબ શોભાયાત્રાનું પ્રસ્થાન સરદાર પટેલના સ્ટેચ્યુએથી થશે. ત્યાર બાદ બાપા સીતારામ ચોંક, રવાપર રોડ પર થઈને ચોકયા હનુમાન, ગાંધી ચોંક, વિજય ટોકીઝ, નવયુગ ગારમેન્ટ, ત્રિકોણબાગ થઈને નગર દરવાજા, ગ્રીનચોંકથી દરબારગઢ, રામ મહેલ મંદિરે પહોંચશે. જ્યાં શોભાયાત્રા સંપન્ન થશે.

- text

આ શોભાયાત્રામાં તમામ હિન્દૂ સંગઠનો પોત પોતાની રીતે યોગદાન આપશે. આમ છતાં સર્વ સંગઠનો એકબીજાના આપસી સહયોગ દ્વારા, આ શોભાયાત્રામાં નગરજનોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેમજ દર્શનાર્થીઓ તેમજ ભક્તિભાવ પૂર્વક શોભાયાત્રામાં સામેલ થયેલા લોકોની સગવડ સચવાય એ પ્રકારના આયોજનમાં વ્યસ્ત બન્યા છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text