મોરબી પાલિકા પ્રમુખના વોર્ડમાં પાણી પ્રશ્ને લતાવાસીઓનો ઢોલનગારા સાથે મોરચો

- text


ખુદ પાલિકા પ્રમુખના વોર્ડમાં 15 દિવસથી પાણી ન આવતા સ્થાનિક લોકો વિફર્યા : ઉગ્ર રજુઆતને પગલે ફરીએક વાર ખાત્રીનું ગાજર અપાયું

મોરબી : મોરબીમાં ઉનાળાની શરૂઆત થતા જ પાણીનો પોકાર ઉઠ્યો છે.જોકે ખુદ પાલિકા પ્રમુખના વોર્ડમાં છેલ્લા 15 દિવસથી પાણી ન આવતા સ્થાનિક લોકો વિફર્યા હતા અને આ વિસ્તારના સ્ત્રી પુરુષોના ટોળાએ ઢોલ નગારા વગાડતા વગાડતા પાલિકા કચેરીમાં મોરચો માંડ્યો હતો.સ્થાનિક લોકોની ઉગ્ર રજૂઆતને પગલે વધુ એક વાર ખાતરીનો લોલોપોપ અપાયો છે.

- text

મોરબી પાલિકા પ્રમુખ કેતન વિલપરાના વોર્ડ નંબર 8માં આવેલ ચિત્રકૂટ સોસાયટી1-2, નકલંક પાર્કમાં છેલ્લા 15 દિવસથી પાણી આવતું ન હોવાથી આ વિસ્તારના લોકોની ધીરજ ખૂટી ગઈ હતી અને આજે આ વિસ્તારના સ્ત્રી પુરુષોના ટોળા તેમની સોસાયટીથી ઢોલ નગારા વગાડતા વગાડતા પાલિકા કચેરીએ પહોંચ્યા હતા.સ્થાનિક લોકોએ તેમના પાણી પ્રશ્ને ઢોલનગારા સાથે પાલિકામાં મોરચો માડી ઉગ્ર રોષ પ્રદર્શિત કર્યો હતો.જોકે આજે પણ ચીફ ઓફિસર કે પ્રમુખ હાજર ન હતા.આથી લોકોએ હેડ ક્લાર્ક કલરીયાને રજુઆત કરી હતી કે તેમના વિસ્તરમાં છેલ્લા 15 દિવસથી પાણી આવતું નથી અને આશરે એક વર્ષથી પાણી અનિયમિત આવે છે તેથી આ વિસ્તારની મહિલાઓને જ્યાં ત્યાં પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે.અને આ વિસ્તારમાં લાઈટનો પણ ગંભીર પ્રશ્ન છે.ત્યાર બાદ સ્થાનિકોએ પાલિકા પ્રમુખ સાથે ફોન પર વાત કર્યા તેમણે ફરી એકવાર ખાતરી આપી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી પાલિકા તંત્ર પાણી સહિતના પ્રશ્નો ઉકેલવામાં સદંતર નિષફળ ગયું હોવાથી એક પછી એક એમ અનેક વિસ્તરોના મોરચા પાલિકામાં આવે છે.આ મોરચા બાદ પણ તંત્ર ઠાલા વચનો આપવામાંથી ઊંચું આવતું નથી.તત્રની ખોરા ટોપરા જેવી દાનત ને કારણે લોકોના પ્રશ્નો ઠેરના ઠેર જ રહ્યા છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text