મોરબી : જીવાણી પરિવારે પુત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી

- text


મોરબી : સામાન્ય રીતે બાળકોના જન્મદિવસની ઉજવણી લોકો પરિવાર તેમજ મિત્રો અને સગા સબંધીઓની ઉપસ્થિતિમાં કરતા હોય છે. નાના બાળકોના જન્મદિવસની ઉજવણીમાં ડેકોરેશન તેમજ ખાણી-પીણીમાં મન મૂકીને ખર્ચ કરતા હોય છે ત્યારે જેમનો જન્મદિવસ ઉજવાતો હોય એ બાળકને મળતી ગિફ્ટ કે ચોકલેટ આઈસ્ક્રીમ અને કેક સિવાય બીજો કશો ખાસ ઉમંગ હોતો નથી. કારણકે બાળકની ઉંમર બીજું કશું સમજવા માટે પરિપક્વ હોતી નથી. પણ જો કુમળી વયથી જ બાળકોમાં અમુક સંસ્કારનું સિંચન કરવામાં આવે તો આગળ જતાં એ બાળક દેશ અને સમાજની સમરસતામાં પોતાનું અનન્ય યોગદાન આપી શકે છે.

મોરબીના જીવાણી પરિવારના નિરજભાઇ જીવાણીએ પોતાના પુત્ર નિરના પહેલા જન્મદિવસથી જ એક પ્રથા પાડી છે. જે પ્રમાણે પુત્ર નિરના 30મી માર્ચે આવતા જન્મદિવસ નિમિતે નીર સહિત પૂરો પરિવાર પોતાના ઘરની આસપાસ રહેતા સામાન્ય તેમજ નિમ્ન મધ્યમવર્ગીય બાળકો સાથે વિશિષ્ટ રીતે ઉજવે છે. આ વર્ષે 30મી માર્ચે નિરનો ત્રીજો જન્મદિવસ પણ સહપરિવારે આ રીતે ઉજવ્યો હતો. સાધારણ પરિવારના બાળકોને નાસ્તો કરાવીને તેમની સાથે હસી ખુશીથી ઉજવવવામાં આવતા આ અવસરની અન્ય લોકોએ પ્રસંશા કરી છે. દરેક પરિવાર પોતાના ભૂલકાઓનો જન્મદિવસ આ રીતે ઉજવે તો સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે. આવા પ્રસંશનીય પ્રયાસમાંથી પ્રેરણા લેવા જેવી ખરી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text