મોરબી : દવાના ઓવરડોઝથી વૃદ્ધનું મોત

- text


મોરબી : મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસેની સોસાયટીમાં રહેતા વૃદ્ધએ દવાનો ઓવરડોઝ લઈ લેતા તેમનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે પોલીસની પ્રાથીમક તપાસમાં મૃતક વૃધ્ધ બીમારીથી પીડાતા હોય જિંદગી કંટાળીને આ પગલું ભર્યાનું ખુલ્યું હતું.

આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલા જનતા સોસાયટીમાં રહેતા પ્રેમજીભાઈ વાલજીભાઈ એરવાડિયા ઉ.વ.73 નામના વૃદ્ધે ગઈકાલે પોતાના ઘરે કોઈપણ દવાનો વધુ પડતો ડોઝ લઈ લેતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે એ ડિવજન પોલીસે જણાવ્યું હતું કે,મૃતક વૃધ્ધ છેલ્લા ઘણા સમયથી પેટનો દુખાવો, બીપી, તથા ડાયાબિટીસની બીમારીથી પીડાતા હોય અને એન્જીયો પ્લાસ્ટિક કરાવેલી હોવાથી આ બીમારીઓને કારણે જિંદગીથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text