માળીયા મિયાણામાંથી ગુમ થનાર બાળકને શોધી કાઢ્યો

- text


મોરબી : માળીયા મિયાણામાં રહેતો બાળક ગુમ થયા બાદ તેના અપહરણની ફરિયાદ નોંધાઇ હતી.ગુમ થનાર બાળકોને શોધી કાઢવાની સ્પે, ડ્રાંઇવ દરમ્યાન આ બાળક ઇન્દોર હોવાની બાતમીના આધારે માળીયા પોલીસે ત્યાં દોડી જઈને બાળકને શોધી કાઢી તેના પિતાને સોંપી દીધો હતો.

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની સૂચના અને નાયબ પોલીસ મહાનિર્દેશક તથા મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ 0થી18 વર્ષના ગુમ થયેલા બાળકોને શોધી કાઢવા માટે સ્પે,ડ્રાંઇવ કરવામાં આવી હતી.દરમ્યાન માળીયા મિયાણામાં રહેતો રામપ્રસાદ જગદીશભાઈ મોરેભીલાલા નમનો બાળક ગતતા.5.2.2018ના રોજ ગુમ થયા બાદ કલમ 363 હેઠળ માળીયા પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાય હતી.ત્યારે આ ગુમ થનાર બાળકને શોધી કાઢવાની સૂચના મળતા માળીયા પોલીસની તપાસમાં આ બાળક ઇન્દોર હોવાની ચોક્કસ બાતમી મળી હતી.તેથી માળીયા પોલીસની એક ટીમના પરાક્રમસિંહ ઝાલા, લાલભા ચૌહાણ સહિતના ઇન્દોર દોડી જઈને આ બાળકને શોધી કાઢી હાલ માળીયાના સુલતાનપુર ગામે રહેતા તેના પિતાને સોંપી દીધો હતો.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text