મોરબીમાં 16 સીરામીક કંપનીએ રૂ.17.76 કરોડની કરચોરી કર્યાની ફરિયાદ

16 સીરામીક કેંપનીઓ વેરો ન ભરવો પડે તે માટે ખોટી વેપારી પેઢી ઉભી કરીને ઇવે જનરેટ કરી રૂ.98.93 કરોડની ટાઇલ્સ બરોબર વેચી નાખી અંતે જીએસટીની તપાસમાં ભોપાળુ બહાર આવતા 16 સીરામીક કંપની સામે ઠગાઈનો ગુનો નોંધાયો

મોરબી : મોરબીમાં 16 સીરામીક કંપનીઓને ટેક્સ ચોરીથી બચવા ખોટી વેપારી પેઢી બનાવીને કરોડોની ટેકચોરી કરવાનું ભારે પડ્યું હતું.16 સીરામીક કંપનીઓએ વેરો ન ભરવો પડે તે માટે ખોટી વેપારી પેઢી ઉભી કરી તેનું ઇમેઇલ આઈડી બનાવી તેના આધારે રૂ.98.93 કરોડની ટાઇલ્સ બરોબર વેચી નાખી હતી.આખરે જીએસટી વિભાગની તપાસમાં રૂ.17.76 કરોડની ટેક્સ ચોરી થઈ હોવાનું ભોપાળુ બહાર આવતા આ મામલે 16 સીરામીક કંપનીઓ સામે ઠગાઈની બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ છે.

આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી વિગતો અનુસાર રાજકોટના વાણિજ્ય વેરા વિભાગના અધિકારી વિનોદભાઈ મગનભાઈ મકવાણાએ મોરબીની સીરામીક કંપની રાજન ટાઇલ્સ, લેરિકસ સીરામીક, ઓમકાર સીરામીક,વિનસેલ સીરામીક, હેસ્ટન સીરામીક, ડેલફાઇન સીરામીક,લેવોર્ડ સીરામીક,વિલિયમ્સ સીરામીમ,વોલગોસ સીરામીક,કલાસીસ સીરામીક, કુમકુમ સીરામીક,સેલોની સીરામીક, સેમ્સ સીરામીક, ક્રિષ્ના સીરામીક,કેરોન સીરામીક, મોસ્કો સીરામીક એમ મળીને કુલ 16 સીરામીક કંપનીઓના માલિકો સામે રૂ.17.76 કરોડની ટેક્સ ચોરી કરોને છેતરપીંડી કર્યાની બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ 16 સીરામીક કંપનીના માલિકોએ વેરો ન ભરવો પડે તે માટે શોર્ટકટ અપનાવ્યો હતો.જેમાં આ સીરામીક કંપનીઓએ વેરાથી બચવા ગુનાહિત કાવતરું રચી ખોટી સીરામીક પેઢી બનાવી હતી.આ ખોટી સીરામીક પેઢીના આધારે તે પેઢીના નામનું ખોટું ઇમેઇલ આઈડી બનાવ્યું હતું અને આ ઈમેલ મારફતે પોતાના ડોક્યુમેન્ટ તથા ફોટોગ્રાફ અપલોડ કરી મોરબીના સેવાસદન ખાતે આવેલી વાણિજ્ય વેરા વિભસગની કચેરીમાંથી જી.એસ.ટી.નો નંબર મેળવી લીધો હતો.આ જીએસટીના નંબરના આધારે આરોપીઓ કુલ 3852 ઇવે બિલ જનરેટ કરાવી નાખ્યા હતા.આથી વેરા વિભાગના અન્ય અધિકારી બી.પી.ત્રિવેદીએ આ બાબતની તપાસ કરતા 16 સીરામીક કંપનીઓએ વેરાથી બચવા ખોટા પુરાવાના આધારે રૂ.98.93 કરડની ટાઇલ્સ બરોબર વેચીને એસ.જી.એસ.ટી.અને યુ.જી એસ.ટીના રૂ.17.76 કરોડ નહિ ભરપાઈ કરીને ઠગાઈ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું હતું .બી ડિવિઝન પોલીસે મોરબીની 16 સીરામીક કંપનીના માલિકો સામે છેતરપીડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en