હળવદમા રબારી સમાજ દ્વારા આજે સાંજે સંજય રાવલનો વિશેષ કાર્યક્રમ

 

હળવદ : હળવદમા રબારી સમાજના છાત્રાલયના ઉદ્ઘાટન પ્રસંગે આજે રવિવારે સાંજે ૬ કલાકે સંજય રાવલના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

હળવદમા આજે રવિવારે રબારી સમાજના છાત્રાલયના શુભારંભ પ્રસંગે માલધારી વિવિધલક્ષી વિકાસ ટ્રસ્ટ દ્વારા સાંજે ૬ કલાકે રબારી સમાજ છાત્રાલય, હળવદ ધ્રાંગધ્રા રોડ, હીરાવાડી પાસે, ભવાનીનગર ફાટક સામે મોટીવેશનલ સ્પીકર સંજયભાઈ રાવલના કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું છે. આ કાર્યક્રમમાં પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.